બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 12:49 PM, 5 July 2025
ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડતાં NRI દ્વારા ભારતમાં રોકાણ કરવાની રૂચિ વધી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે કે FCNR(B) એકાઉન્ટમાં થયેલો નોંધપાત્ર વધારો. ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (B) એકાઉન્ટ એટલે કે FCNR(B)માં 2024-25 નાણાકીય વર્ષ દરમિયાન 7.1 બિલિયન ડોલરનો નેટ ઈનફ્લો નોંધાયો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં 6.4 બિલિયન ડોલર હતો. આમ, તેમાં આશરે 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
આ પહેલાં 2020-21 અને 2021-22માં કોવિડ પેન્ડેમિકના કારણે NRIsએ મોટા પાયે ડિપોઝિટ પાછી ખેંચી લીધી હતી, જેના કારણે આ કેટેગરીમાં નેગેટિવ ટ્રેન્ડ રહ્યો હતો. 2020-21માં -3.8 બિલિયન ડોલર અને 2021-22માં -3.6 બિલિયન ડોલરનો નેટ આઉટ ફ્લો નોંધાયો હતો. જો કે, પેન્ડેમિક બાદ NRE, NRO અને FCNR(B) ત્રણેય કેટેગરીમાં રોકાણમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને 2022-23માં કુલ 16.2 બિલિયન ડોલરનો ઈનફ્લો થયો હતો, જેમાંથી માત્ર FCNR(B)નું યોગદાન 44 ટકા જેટલું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વધારાની પાછળ મુખ્ય કારણ છે કે RBIએ FCNR(B) એકાઉન્ટ માટે વ્યાજદરની કેપ (મર્યાદા)માં વધારો કર્યો હતો, જેના કારણે બેંકો વધુ સારું વળતર આપી શકી હતી. તેમજ રૂપિયાના અવમૂલ્યનને ધ્યાનમાં લઈ NRIsએ ફોરેન કરન્સી ડિપોઝિટ તરફ આગળ વધ્યા છે. FCNR(B) એકાઉન્ટ ખાસ કરીને US ડોલર, યુરો, બ્રિટિશ પાઉન્ડ, ઓસ્ટ્રેલિયન ડોલર, કેનેડિયન ડોલર, સ્વિસ ફ્રેન્ક અને જાપાનીઝ યેન જેવી ઈન્ટરનેશનલ કરન્સી માટે ખોલી શકાય છે. આ ડિપોઝિટ્સ 1 થી 5 વર્ષ માટે હોય છે અને તેમાંથી મળતું વ્યાજ ભારતમાં ટેક્સ ફ્રી હોય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : H1-B ન મળે તો અમેરિકા કેવી રીતે જઈ શકાય? આ નવા વિઝાથી ભારતીયોને લીલાલેર
ADVERTISEMENT
ગલ્ફ દેશોમાં મોટો ગ્રાહક વર્ગ ધરાવતી સાઉથ ઇન્ડિયન બેંક મુજબ છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2023માં 3%, 2024માં 5% અને 2025માં 6%નો વધારો થયો છે. બેંકનું કહેવું છે કે US ડોલરની મજબૂત સ્થિતિ અને ભારતીય રૂપિયાનું અવમૂલ્યન NRIsને આ પ્રકારના રોકાણ માટે આકર્ષિત કરે છે. એક્સચેન્જ રેટના રિસ્ક સામે બચાવ (હેજિંગ) માટે પણ આ એકાઉન્ટ ખાસ પસંદગી બન્યા છે. FCNR(B) એકાઉન્ટs ફરી એકવાર NRIs માટે વિશ્વસનીય અને લાભદાયી રોકાણનું સાધન સાબિત થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.