બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / ભારત / Now these giant companies in the mood to invest in Ayodhya, know the mega plan

બિઝનેસ / તાજથી લઇને ઓબેરોય સુધી... હવે અયોધ્યામાં રોકાણ કરવાના મૂડમાં આ દિગ્ગજ કંપનીઓ, જાણો મેગા પ્લાન

Priyakant

Last Updated: 11:28 AM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: અયોધ્યામાં હોટલ બિઝનેસમાં મોટું રોકાણ જોવા મળ્યું, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અગ્રણી હોટેલ કંપનીઓ અયોધ્યામાં તેમની શાખાઓ ખોલી રહી છે

  • અયોધ્યા નગરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ
  • પ્રવાસન અને વ્યવસાયના અન્ય માધ્યમોને જોતા ઘણી કંપનીઓની નજર અયોધ્યા પર 
  • અયોધ્યામાં હોટલ બિઝનેસમાં મોટું રોકાણ જોવા મળ્યું

Ayodhya Ram Mandir : અયોધ્યા નગરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ છે. રામ મંદિરને લઈને અયોધ્યા વિશ્વભરમાં ધ્યાનનું કેન્દ્ર બની ગયું છે. પ્રવાસન અને વ્યવસાયના અન્ય માધ્યમોને જોતા ઘણી કંપનીઓની નજર અયોધ્યા પર ટકેલી છે. ખાસ કરીને હોટેલ બિઝનેસ માટે મોટી કંપનીઓ અયોધ્યા તરફ વળી રહી છે. અયોધ્યામાં હોટલ બિઝનેસમાં મોટું રોકાણ જોવા મળ્યું છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અગ્રણી હોટેલ કંપનીઓ અયોધ્યામાં તેમની શાખાઓ ખોલી રહી છે. હાલમાં અયોધ્યામાં હોટલ માટે લગભગ 50 મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ફૈઝાબાદ અને અયોધ્યામાં 100થી વધુ હોટલ છે. આગામી દિવસોમાં દરરોજ એક લાખ લોકો અયોધ્યા પહોંચશે તેવી આશા છે. 

મોટી કંપનીઓની અયોધ્યામાં હોટલ બનાવવા કવાયત 
અયોધ્યામાં હોટલના રૂમનું ભાડું એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં હોટલ બિઝનેસમાં મોટી તેજી જોવા મળી શકે છે. હોટલ ઉપરાંત અહીં ગેસ્ટ હાઉસ અને ધર્મશાળા અને હોમ સ્ટેની માંગ પણ વધી રહી છે. તેને જોતા અહીં તાજ, ઓબેરોયથી લઈને રેડિસન સુધી હોટલ બનાવવા માટે દરેક કામ કરી રહ્યા છે. 

હોટલોમાં રોકાણ કરી રહી છે આ કંપનીઓ 
ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) એ અહીં બે પ્રોજેક્ટ નક્કી કર્યા છે, જેમાં તાજ હોટેલ અને વિવાંતા જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. આ સિવાય મેરિયોટ ઈન્ટરનેશનલ, સરોવર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, જેએલએલ ગ્રુપ અને રેડિસન પાર્ક ઈન્ક. અહીં હોટેલ સેક્ટરમાં રોકાણ કરી રહી છે. તાજ ગ્રુપ અયોધ્યામાં 3 ફાઈવ સ્ટાર હોટલ બનાવશે. આમાં 100 રૂમ સાથે અપસ્કેલ વિવાંતા અને 120 રૂમવાળી લીન લક્સ જીંજર હોટેલ વર્ષ 2027 સુધીમાં ખોલવામાં આવશે. 

416 કરોડના પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામ 
કેટલીક કંપનીઓ કરોડો રૂપિયા ખર્ચીને અહીં હોટલ બનાવી રહી છે. પાંચે ડ્રીમવર્લ્ડ એલએલપી ઓ રામા અને હોટેલ પ્રોજેક્ટના નામે 140 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ સાથે Solitaire Ayodhya 5 Star 100 કરોડ રૂપિયા ખર્ચી રહી છે. શ્રી રામ હોટલ અયોધ્યા પર 90 કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે. વિશ્રાંતી ગઢ પર 86 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. 

વધુ વાંચો: રામલલા માટે એક નહીં, 3-3 મૂર્તિઓ કરાઇ હતી તૈયાર, ગર્ભગૃહમાં એક જ બિરાજશે, જાણો અન્ય 2નું શું કરાશે?

અયોધ્યાની કઈ મોટી હોટેલો 
અત્યારે સિગ્નેટ કલેક્શન હોટેલ, રામાયણ હોટેલ, નમસ્તે અયોધ્યા અને અયોધ્યા રેસિડેન્સી લક્ઝરી હોટેલ્સ છે. આ સાથે 5000 મકાનો એવા પણ છે જે હોટલમાં ફેરવાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં આવનારા પ્રવાસીઓની મોટી સંખ્યાને જોતા હોમ સ્ટેની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં 550 હોમ સ્ટે બનાવવામાં આવ્યા છે અને 4000થી વધુ હોમ સ્ટે માટે અરજીઓ મળી છે. નિષ્ણાંતોનું માનવું છે કે, રામ મંદિર પૂર્ણ થવાથી અયોધ્યામાં પ્રવાસન 8-10 ગણું વધી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ