બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / Notorious Montu Namdar arrested for murdering BJP worker in Khadia, using 2G phone to evade police

ધરપકડ / ખાડીયામાં BJP કાર્યકર્તાની હત્યા કરનાર કુખ્યાત મોન્ટુ નામદારની ધરપકડ, પોલીસથી બચવા અવનવી ટેકનિક અજમાવતો, ફોન વાળી ટ્રિકે બાજી ફેરવી

Vishal Khamar

Last Updated: 08:05 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ખાડીયામાં BJP કાર્યકર્તાની હત્યા મામલે કુખ્યાત આરોપીની પોલીસે ધરપકડ કરી છે. હાઈકોર્ટમાંથી પેરોલ જમ્પ કરી ફરાર કુખ્યાત આરોપી મોન્ટુ નામદારની પોલીસે ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમની બે ટીમે ટેકનિકલ એનાલિસિસથી રાજસ્થાનથી ધરપકડ કરાઈ છે.

  • અમદાવાદનાં ખાડીયામાં BJP ના કાર્યકર્તાની હત્યા કરનાર આરોપીની ધરપકડ
  • આરોપી વચગાળાનાં જામીન મેળવી ફરાર થઈ ગયો હતો
  • સાયબર ક્રાઈમની બે ટીમે ટેક્નિકલ એનાલિસિસથી રાજસ્થાનથી ધરપકડ કરી 

 સાયબર ક્રાઇમ દ્વારા હત્યાાનાં ગુનામાં ભાગતો ફરતો આરોપી મોન્ટુ નામદારની ધરપકડ કરી છે. મોન્ટુ હત્યાના ગુનામાં વચગાળાના જામીન મેળવીને ફરાર થઇ ગયો હતો. સાયબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને ખાનગી બાતમી  દ્વારા ઉદયપુર નાથદ્વારા હાઇવે પરથી ઝડપી લીધો. મોન્ટુને હાઇવે પર તેની ઇનોવા ગાડીમાં પોલીસે ઝડપી પાડ્યો છે.  આરોપી મોન્ટુને હાઇકોર્ટે દ્વારા 13 જુલાઈ થી 26 જુલાઈ સુધી 14 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. 27 જુલાઈના રોજ પરત નડિયાદ જેલ હાજર થવાનું હતું. પરંતુ આરોપી જેલમાં હાજર નહિ થઈ પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો. પોલીસ તપાસમાં આરોપી આબુ, દિલ્હી, મેરઠ દેહરાદૂન અને રાજેસ્થાનમાં છુપાયો હતો. સાયબર ક્રાઇમએ આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

પોલીસ લોકેશન ટ્રેસ ન કરી શકે તે માટે કીપેડ મોબાઈલનો ઉપયોગ કરતો
આરોપી મોન્ટુ નામદાર પોલીસથી બચવા અવનવી ટેક્નિકના પ્રયાસ કર્યા હતા. જેમાં પોતે ઇનોવા ગાડી લઈને ફરાર થયો હતો. ત્યારે ટોલટેક્સ પર અન્ય ગાડીઓના ફાસ્ટટ્રેક થી ટ્રોલના પૈસા ચૂકવતો હતો. જેથી તે કઈ ગાડી લઈને નાસી ગયો હોય તે ખબર ના પડે અને પોલીસ તેનું લોકેશન જાણી ના શકે. એટલું જ નહીં તે 2g નો કીપેડ મોબાઈલ ઉપયોગ કરતો હતો. અને સીમકાર્ડ 2 થી 3 દિવસ ઉપયોગ કરતો અને પછી તોડી નાખતો હતો. આરોપી પોતાના પરિવાર સાથે લેન્ડલાઈન પર જ વાત કરતો હતો. જેથી પોલીસ તેનું લોકેશન ટ્રેસ ના કરી શકે.  વર્ષ 2022 માં BJP ના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની હત્યા કરી હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે મોન્ટુ નામદાર હતો. અને તે નડિયાદ જેલમાં બંધ હતો. આ ઉપરાંત આરોપી હત્યા કેસમાં ફરિયાદી બનેલા વ્યક્તિની હત્યાનું પણ ષડયંત્ર રચી રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 

જીતેન્દ્ર યાદવ (ACP, સાયબર ક્રાઇમ)

મોન્ટુ સામે અસંખ્ય ગુના નોંધાયેલા છે
અગાઉ આ આરોપી વિરુદ્ધ જુગારના 15, હથિયાર 2 અને મારામારીના 6 ગુનાઓ નોંધાયા હતા. સાયબર ક્રાઇમ આરોપીની ધરપકડ કરીને નડિયાદ જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત તેને ફરાર કરવામાં મદદરૂપ થનાર લોકોની પણ તપાસ શરૂ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ