બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Nitin Gadkari said, don't put up any posters and don't drink tea in the elections

નિવેદન / નીતિન ગડકરીએ કેમ કહ્યું, મેં નક્કી કર્યું છે ચૂંટણીમાં કોઈ જ પોસ્ટર નહીં લગાવું અને ચા નહીં પીવડાવું

Priyakant

Last Updated: 08:01 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitin Gadkari News: નીતિન ગડકરીએ કહ્યું કે, જેઓ વોટ કરવા માંગે છે તેઓ વોટ કરશે અને જેઓ નથી માંગતા તેઓ વોટ નહીં આપે

  • કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન
  • આગામી ચૂંટણીમાં નીતિન ગડકરી તેમના મતવિસ્તારમાં પોસ્ટર નહિ લગાવે
  • લોકોને ચા નહિ પીવડાવું, જે વોટ આપવા માંગે છે તેઓ વોટ કરશે: નીતિન ગડકરી
  • વિકાસની રાજનીતિથી મત મળે છે: નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, સોમવારે તેમણે કહ્યું કે, વોટ પોસ્ટરો પર નહીં પરંતુ સેવા અને કલ્યાણની રાજનીતિ પર આપવામાં આવે છે. ગડકરીએ કહ્યું કે, તેઓ આગામી ચૂંટણીમાં તેમના મતવિસ્તારમાં પોસ્ટર લગાવવા અથવા લોકોને ચા પીરસવા જેવું કંઈ કરશે નહીં અને જેઓ વોટ કરવા માંગે છે તેઓ વોટ કરશે અને જેઓ નથી માંગતા તેઓ વોટ નહીં આપે. આ સાથે પોસ્ટર અને બેનરો ન લગાવવા છતાં આગામી ચૂંટણીમાં જીતનો માર્જીન વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી સોમવારે રાજસ્થાનના સીકર જિલ્લાના ખાચરિયાવાસ ગામમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોન સિંહ શેખાવતની પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, મેં ખૂબ જ મુશ્કેલ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. તમામ નેતાઓએ મને નકાર્યો, હું દ્રઢ નિશ્ચયથી લડ્યો અને હવે મેં નક્કી કર્યું છે કે, આગામી ચૂંટણીમાં હું પોસ્ટર, બેનરો લગાવીશ નહીં, ચા નહીં પીવડાવું  અને કંઈ કરીશ નહીં.. જેને આપવો હશે વોટ આપશે, જેને નથી આપવો તે નહિ આપે. હું માનું છું કે, પહેલા 3.5 લાખ મતનો તફાવત હતો હવે દોઢ લાખનો વધારો થશે. તેમણે કહ્યું કે, પોસ્ટર લગાવીને કોઈ ચૂંટણી જીતતું નથી, વોટ નથી મળતા.

વિકાસની રાજનીતિથી મત મળે છે: નીતિન ગડકરી 
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, સેવાના રાજકારણમાંથી મત મળે છે. વિકાસની રાજનીતિથી મત મળે છે, ગામડાંમાં ગરીબોના કલ્યાણથી મત મળે છે. સ્વાસ્થ્ય શિક્ષણની સુવિધા અને રોજગાર આપીને લોકોની સેવા કરીને મત મળે છે. બાળકોને સારી શાળાઓ અને ગરીબોને સારી હોસ્પિટલો આપવાથી મત મળે છે. 

આ સાથે તેમણે કહ્યું કે, ભૈરોસિંહજી જે સેવા નીતિ કહેતા હતા તે ફક્ત શબ્દોથી નહીં, પુસ્તકોથી નહીં, સંશોધનથી નહીં, તે તેમના જીવનના આદર્શો અને વિચારો અને સિદ્ધાંતો પર આધારિત હશે. શબ્દ અને વર્તનમાં કોઈ ફરક ન રાખીને કામ કરવું પડશે.. આ જ તેમને ખરા અર્થમાં સાચી શ્રદ્ધાંજલિ હશે. તેમણે કહ્યું કે,આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમયની સાથે પરિસ્થિતિ બદલાઈ છે, ખેડૂતો અન્નદાતા બની ગયા છે. બાદમાં ખેડૂતો ઉજરાદાતા બન્યા છે અને હવે બાયોમાસમાંથી બિટ્યુમેન બનાવવામાં આવી રહ્યા છે.

દિલ્હીથી જયપુર સુધી ઈલેક્ટ્રિક હાઈવે
કેન્ડીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તેઓ દિલ્હીથી જયપુર સુધી ઈલેક્ટ્રિક હાઈવે બનાવી રહ્યા છે અને જ્યારે ઈલેક્ટ્રિક બસ દોડશે ત્યારે ટિકિટનું ભાડું વર્તમાન કરતા 30 ટકા ઓછું હશે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, વિપક્ષના ઉપનેતા સતીશ પુનિયા અને અન્ય બીજેપી નેતાઓ હાજર રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ