બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Niranjan Swami, who made a controversial statement about gods and goddesses, apologized and said that he had said this in an impulse and will not make a mistake in the future.

નિવેદન / દેવી-દેવતાઓને અંગે વિવાદિત નિવેદન આપનારા નિરંજન સ્વામીએ માગી માફી, કહ્યું આવેશમાં આવી બોલ્યો હતો ભવિષ્યમાં ભૂલ નહીં કરું

Vishal Khamar

Last Updated: 04:56 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનાં નિરંજન સ્વામીએ આપેલ વિવાદિત નિવેદનને લઈ સંતોમાં ફરી રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે આ બાબતે સંતોમાં રોષ ફાટી નીકળતા નિરંજન સ્વામીએ વિવાદ વધે તે પહેલા માફી માંગી હતી. તેમજ ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી આપી હતી.

  • સ્વામીનારાયણ સંપ્રદાયનાં નિરંજન સ્વામીએ માંગી માફી
  • જસદણ ખાતે સભામાં દેવતાઓને લઇ આપ્યું હતું વિવાદિત નિવેદન
  • ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી આપું છું: નિરંજન સ્વામી

થોડા સમય પહેલા સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો હતો. ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભીંત ચિત્રો દૂર કર્યા બાદ વિવાદ માંડ શાંત પડ્યો હતો. જસદણમાં નિરંજન સ્વામીનાં વિવાદિત નિવેદનને લઈ ફરી વિવાદ સર્જાયો છે.  ત્યારે વિવાદ વધે તે પહેલા નિરંજન સ્વામીએ માફી પણ માંગી છે. 

દેવી દેવતાઓ માટે કંઇ બોલાઇ ગયું હોય તો માફી માગુ છું: નિરંજન સ્વામી
સ્વામિનારાયણ સંપ્રદાયનાં નિરંજન સ્વામીએ બે દિવસ પહેલા જસદણ ખાતે સભામાં દેવતાઓને લઈ નિવેદન આપ્યું હતું. નિરંજન સ્વામીનાં નિવેદનને લઈ સંતોમાં રોષ ફાટી નીકળતા વિવાદ વધે તે પહેલા જ નિરંજન સ્વામીએ આજે માફી માંગી હતી. માફી માંગતા નિરંજન સ્વામીએ કહ્યું હતું કે, આવેશમાં આવી કંઈ પણ બોલ્યો હોઉં તો માફી માંગુ છું. દેવી દેવતાઓ માટે કંઈ બોલાઈ ગયું હોય તો માફી માંગુ છું. ભવિષ્યમાં આવી ભૂલ નહી થાય તેવી ખાતરી આપું છું.

નિરંજન સ્વામીએ શું નિવેદન આપ્યું હતું
બે દિવસ પહેલા જસદણ ખાતે બે દિવસ પહેલા સોખડાનાં સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું હતું. જેમાં નિરંજન સ્વામીએ પોતાનાં ગુરૂને દેવતાઓથી મહાન ચીતરવા વિવાદિત નિવેદ આપ્યું હતું. ગુરૂ પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ એમનાં દર્શન માટે જુરતા હોય છે. એમનાં દર્શન કરીને આનંદ-પુલકીત થાય છે. એમનાં ઉપર ચંદન ફૂલોની વર્ષા કરે છે. એવું કહી દેવતાઓનું અપમાન કર્યું છે. 

જૂનાગઢમાં 100થી વધુ સનાતન સાધુ-સંતોનું સંમેલન: કહ્યું, તમામ સંપ્રદાય એક જ  છે, દેવી-દેવતાઓનું અપમાન સાંખી નહીં લેવાય | A convention of sadhu-saints  was held in ...

આવાને સજા થવી જોઈએઃ જ્યોર્તિનાથ મહારાજ
જ્યોર્તિનાથ મહારાજે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી, બોલનાર અને સંભાળનાર બંને પાપી છે. સનાતન ધર્મને હાનિ પહોંચાડીને તમે શું સાબિત કરવા માંગો છો? તમે સર્વોપરી હોય તો તમારા જ ઝઘડા પહેલા પુરા કરોને, સર્વોપરિતા હોય તો જગત કલ્યાણના બહુ કામ છે. આવાને સજા થવી જોઈએ. આ મામલે આજે તાત્કાલિક જૂનાગઢ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગળની કાર્યવાહી મટિંગ બાદ નક્કી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ