બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / nipah virus icmr warn mortality rate higher than coronavirus kozhikode all school closed

Nipah Virus Outbreak / કોરોનાથી પણ વધારે ખતરનાક છે આ નિપાહ વાયરસ, 40થી 70% છે મૃત્યુદર, ICMRએ કર્યા એલર્ટ, જાણો ઉપાય

Arohi

Last Updated: 09:01 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nipah Nirus: ICMRના મહાનિર્દેશક રાજીવ બહલે કહ્યું કે કોરોના વાયરસના મુકાબલે નિપાહ વાયરસનો મૃત્યુદર ખૂબ વધારે છે. સાથે જ તેમણે લોકોને વારંવાર હાથ ધોવા અને માસ્ક લગાવવાની અપીલ કરી છે.

  • કોરોના કરતા વધારે ખતરનાક છે નિપાહ વાયરસ
  • 40થી 70% છે મૃત્યુ દર
  • ICMRએ કર્યા લોકોને એલર્ટ 

દેશમાં કોરોના વાયરસ બાદ નિપાહ વાયરસની એન્ટ્રીએ લોકોને ડરાવી દીધા છે. કેરળમાં નિપાહ વાયરસના કેસ મળવાની સાથે જ મેડિકલ સંસ્થાઓએ ચેતાવણી જાહેર કરવાની શરૂ કરી દીધી છે. આ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું છે કે નિપાહ વાયરસ કોરોના કરતા ખૂબ વધારે ખતરનાક છે. 

નિપાહથી સંક્રમણમાં મૃત્યુ દર 40થી 70 ટકા છે. જ્યારે કોરોનાના 2થી 3 ટકા છે. આ કોરોના વાયરસના કારણે થયેલા પહેલા મૃત્યુ કરતા ખૂબ વધારે છે. કેરળમાં હાલ નિપાહ વાયરસના 6 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 2 લોકોના મોત થઈ ચુક્યા છે. કોઝિકોડ જિલ્લામાં 24 સપ્ટેમ્બર સુધી દરેક શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

કોઝિકોડ પહોંચી કેન્દ્રીય ટીમ 
ICMRના ડાયરેક્ટર રાજીવ બહલે કહ્યું કે કેરળમાં નિપાહ વાયરસને ફેલાતો અટકાવવા માટે બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, "બધા દર્દી એક સંક્રમિત દર્દીના સંપર્કમાં છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો વાળી એક કેન્દ્રીય ટીમ પણ સ્થિતિની તપાસ કરવા અને ઉપચારાત્મક ઉપાય જણાવવા માટે કોઝિકોડ જિલ્લામાં પહોંચી ગઈ છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ હેઠળ 1000થી વધારે લોકોની જાણકારી મેળવવામાં આવી છે." 

ICMR અધિકારીએ નિપાહ વાયરસને રોકવા અને ફેલાતો અટકાવવા માટે ઉઠાવવામાં આવતા દરેક પગલા વિશે પણ જાણકારી આપી છે. 

વારંવાર હાથ ધોવા અને ફેસ માસ્ક લગાવવા
તેમણે વારંવાર હાથ ધોવા અને ફેસ માસ્ક પહેરવા કહ્યું છે. રાજીવ બહલે કહ્યું, "4-5 ઉપાય છે તેમાંથી અમુક બિલકુલ એવા છે જેવા કે કોવિડને રોકાવા માટે ઉઠાવવામાં આવ્યા હતા. જેમ કે વારંવાર હાથ ધોવા, માસ્ક લગાવવું." 

તેમણે આગળ જણાવ્યું, "નિપાહ વાયરસના ફેલાવવું મુખ્ય કારણ છે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવુ અને તેના બાદ અન્ય વ્યક્તિઓનું બીજા વ્યક્તિના સંપર્કમાં આવવું જે સંક્રમિતને મળી ચુક્યું છે. તેનાથી બચવા માટે ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આઈસોલેશન પણ બચવાની એક રીત છે. લક્ષણ દેખાવવા પર વ્યક્તિ પોતાને અલગ કરી લે અને તરત ડોક્ટરોના સંપર્કમાં આવે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ