બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 09:32 AM, 12 May 2023
ADVERTISEMENT
આપણી આસપાસ અનેક લોકો એવા હોય છે, જેમને ખરાબ અને ડરામણાં સપના આવે છે. જે લોકોને ખરાબ સપના આવે છે, તેમને પરસેવો વળે છે, ધબકારા વધી જાય છે તથા અચાનક ઊંઘમાંથી જાગી જાય છે. આ ખરાબ સપનાને કેવી રીતે રોકી શકાય?
વર્ષ 2010માં એક સ્ટડી કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ સપનાને રોકી શકતી નથી, પરંતુ કેટલીક એવી ટેકનિક છે, જેના કારણે ખરાબ સપના આવવાની શક્યતા ઓછી રહે છે.’
ADVERTISEMENT
મગજ શાંત રાખવું
સૂતા પહેલા મગજ જેટલું એક્ટીવ રહે છે, તેટલા ખરાબ સપના આવવાની સંભાવના વધુ રહે છે. આ કારણોસર મગજ સૂતા પહેલા શાંત રાખવું જોઈએ.
ગેજેટ્સથી દૂર રહો
સૂતા પહેલા ઈલેક્ટ્રોનિક્સ, થ્રિલર ટીવી શો અથવા સીરિથ ના જોવી જોઈએ. ચિંતા ના થાય તે માટે સૂતા પહેલા ગરમ પાણીથી નાહી લો. હળવું મ્યુઝિક સાંભળો અને બ્રીધિંગ એક્સરસાઈઝ કરો.
તણાવ ઓછો લેવો
તણાવ ઓછો કરવો તે આપણા હાથમાં નથી, પરંતુ તણાવ ઓછો લેવામાં આવે તો ઊંઘમાં સુધારો થાય છે. આ કારણોસર દિવસે તણાવ લેવામાં આવે તો રાત્રે ડરામણાં સપના આવવાનું જોખમ રહે છે.
તણાવ ઓછો કરવા માટે શારીરિક એક્ટિવિટી કરો-
જેમ કે, ચાલવું, દોડવું અથવા યોગા કરવા. આ પ્રકારે કરવાથી એંડોર્ફિન રિલીઝ થાય છે, જેના કારણે મૂડ સારો રહે છે. ઉપરાંત એરોમાથેરાપી લો, મ્યુઝિક સાંભળો, પુસ્તક વાંચો, પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરો.
ઊંઘ માટે સારું વાતાવરણ રાખવું
તમે જે જગ્યાએ સૂવો છો તે જગ્યા શાંત, અંધારપટ અને સારી ઊંઘ આવે તેવું હોવું જોઈએ. ઊંઘ નથી આવી રહી તો રૂમનું વાતાવરણ સૂવાલાયક બનાવો.
ઉત્તેજક વસ્તુનું સેવન ના કરવું
સૂતા પહેલા કેફીન, દારૂનું સેવન કરવાથી મગજ એક્ટીવ રહે છે. કેફીન અને આલ્કોહોલના કારણે ઊંઘની ગુણવત્તા પર અસર થાય છે અને ખરાબ સપના આવવાની સંભાવના વધી જાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.