બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Next hours crucial for 'Chandrayaan 3', ISRO gives latest update on Vikram lander module

ચંદ્રયાન 3 અપડેટ / 'ચંદ્રયાન 3' માટે આગામી કલાકો અતિ મહત્વના, વિક્રમ લેન્ડર મોડ્યુલને લઇ ISROએ આપી લેટેસ્ટ અપડેટ, જાણો શું

Priyakant

Last Updated: 10:23 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Update News: ચંદ્રયાન-3 સાથે મોકલવામાં આવેલ વિક્રમ લેન્ડર ચંદ્ર તરફ યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે, સફળ ડીબૂસ્ટિંગ કર્યા પછી લેન્ડર મોડ્યુલ શુક્રવારે ચંદ્રની નજીક પહોંચ્યું

  • ચંદ્રયાન-3ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી
  • વિક્રમ લેન્ડર ચંદ્ર તરફ યોગ્ય રીતે વધી રહ્યું છે આગળ  
  • 20 ઓગસ્ટના રોજ લેન્ડર ફરીથી ડીબૂસ્ટ થશે

ચંદ્રયાન-3 સમાચાર: ચંદ્રયાન-3ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ચંદ્રયાન-3 સાથે મોકલવામાં આવેલ વિક્રમ લેન્ડર ચંદ્ર તરફ યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે. સફળ ડીબૂસ્ટિંગ કર્યા પછી લેન્ડર મોડ્યુલ શુક્રવારે ચંદ્રની નજીક પહોંચી ગયું છે. લેન્ડર મોડ્યુલમાં લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)નો સમાવેશ થાય છે. ઈસરોએ કહ્યું કે, લેન્ડરની તબિયત એકદમ સામાન્ય છે.

આવતીકાલે થશે ફરીથી ડીબૂસ્ટિંગ 
ચંદ્રયાન-3 માટે થોડા જ કલાકો નિર્ણાયક બનવાના છે. આનું કારણ એ છે કે, 20 ઓગસ્ટના રોજ લેન્ડર ફરીથી ડીબૂસ્ટ થશે અને તેને નીચલી ભ્રમણકક્ષામાં ઉતારવામાં આવશે. લેન્ડર મોડ્યુલની ભ્રમણકક્ષા 113 કિમી x 157 કિમી સુધી ઘટાડી દેવામાં આવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શુક્રવારે X પર પોસ્ટ કર્યું હતું. આગામી ડીબૂસ્ટિંગ પ્રક્રિયા 20 ઓગસ્ટના રોજ ભારતીય સમય અનુસાર લગભગ 2:00 વાગ્યે પૂર્ણ થશે.

ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ઉતરશે ચંદ્ર પર 
આ પહેલા ગુરુવારે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવામાં આવ્યા હતા. લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે સાંજે 5.47 વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની તૈયારી કરી રહ્યું છે. જ્યારે વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શ કરશે ત્યારે ભારત આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીને તેમના લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતાર્યા છે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી રવાના થયું હતું. 

લેન્ડર મોડ્યુલે લીધી ચંદ્રની તસવીરો 
ચંદ્રયાન-3 અવકાશયાનના લેન્ડર મોડ્યુલ પર લગાવવામાં આવેલા કેમેરાએ ચંદ્રની તસવીરો કેપ્ચર કરી હતી. ઈસરોએ શુક્રવારે X પર આ તસવીરો શેર કરી હતી. આમાંથી કેટલીક તસવીરો 15 ઓગસ્ટના રોજ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) દ્વારા લેવામાં આવી હતી. જ્યારે કેટલીક તસવીરો લેન્ડર ઈમેજર (LI) કેમેરા-1 દ્વારા 17 ઓગસ્ટે લેવામાં આવી હતી. આ ચંદ્રની સપાટી પરના ખાડાઓ દર્શાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ