બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારતમાં ફરી એકવાર કોરોના સંક્રમણના નવા વેરિયન્ટનો ખતરો મંડરાઈ રહ્યો છે. તહેવાર પહેલા મુંબઈમાં BMCએ પણ આ અંગે એડવાઈઝરી જારી કરી છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે જણાવ્યું છે કે XBB ઉપરાંત, Omicron BQ.1 (યુએસ વેરિઅન્ટ) અને BA.2.3.20ના નવા સબ-વેરિયન્ટની ઓળખ કરવામાં આવી છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં કોવિડ-19ના વધતા જતા કેસ અને તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

ADVERTISEMENT
BMCએ એડવાઈઝરી જાહેર કરી
એડવાઈઝરી જારી કરતી વખતે, BMCએ કહ્યું કે તહેવારો અને મોટા કાર્યક્રમો દરમિયાન ભીડ એકઠી થવાને કારણે, કોવિડ-19 ચેપ ફેલાઈ શકે છે. આ બાબતે કોઈપણ રીતે બેદરકાર રહેવું અયોગ્ય છે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, કાર્યકારી આરોગ્ય અધિકારીએ કોવિડ -19 ના કેસોને રોકવા માટે ઘણા સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપી છે.

ADVERTISEMENT
એડવાઈઝરીમાં શું કહેવામાં આવ્યું છે?
ADVERTISEMENT
નવા વેરિઅન્ટ ઝડપથી પ્રસરી શકે છે
તાજેતરના અહેવાલો અનુસાર, ભારતમાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટના નવા સબ-વેરિઅન્ટની પણ ઓળખ કરવામાં આવી છે. ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટનું નામ BA.5.1.7 છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ નવું વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને જો બેદરકારી દાખવવામાં આવશે તો કોવિડ સંક્રમણના કેસ વધવાની શક્યતાને નકારી શકાય નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.