બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / new facility will be started on the riverfront of Ahmedabad before Navratri

નવું નજરાણું / અમદાવાદના રિવરફ્રન્ટ પર નવરાત્રી પહેલા શરુ થશે નવી સુવિધા, ફરવા આવતા લોકો લઇ શકશે લાભ

Kishor

Last Updated: 09:01 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ રિવરફ્રન્ટ પર લટાર મારવા આવતા લોકો માટે ઈ-સ્કૂટર ભાડેથી આપવા અંગેની સુવિધા વિકસાવવા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.

  • સહેલાણીઓ ઈ-સ્કૂટર ભાડે લઈને લટાર મારી શકશે
  • મ્યુનિ. તંત્ર દ્વારા ઈ-સ્કૂટર પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટરો પાસેથી દરખાસ્ત મંગાવાઇ
  • લોઅર પ્રોમિનાડમાં ૧૦૦ ઈ-સ્કૂટરની વ્યવસ્થા ઊભી કરાશે

અમદાવાદ શહેરીજનો માટે સાબરમતી નદીના બંને કાંઠાને કરોડો રૂપિયાના ખર્ચે વિકસિત કરાયા છે. આ માટે મ્યુનિ. તંત્રે પહેલા તબક્કા હેઠળ વિવિધ આકર્ષણનાં કેન્દ્રો રિવરફ્રન્ટ ખાતે ઊભાં કર્યાં છે. રિવરફ્રન્ટના બંને કાંઠાના લોઅર પ્રોમિનાડ અને અપર પ્રોમિનાડ સહેલાણીઓને આકર્ષી પણ રહ્યા છે. તેમાં વૃદ્ધિ કરવા માટે સત્તાવાળાઓ આગામી દિવસોમાં ઈ-સ્કૂટરનો પ્રોજેક્ટ અમલમાં મૂકવા ગંભીર બન્યા છે. જો બધું સાંગોપાંગ પાર ઊતરશે તો સહેલાણીઓ રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડમાં ઈ-સ્કૂટર ભાડેથી મેળવીને પરિવાર સાથે લટાર મારી શકશે. આ સુવિધા પશ્ચિમ અને પૂર્વ એમ બંને કાંઠે પૂરી પડાશે.

રિવરફ્રન્ટમાં બે લાખથી વધુ વૃક્ષ
સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠાને સત્તાધીશો ચાલુ ચોમાસામાં રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે અઢી લાખ રોપા વાવીને ગ્રીન રિવરફ્રન્ટ બનાવવા જઈ રહ્યા છે. હાલમાં રિવરફ્રન્ટમાં બે લાખથી વધુ વૃક્ષ છે. પશ્ચિમ કાંઠાના આંબેડકરબ્રિજ પાસેના બાયો ડાઇવર્સિટી પાર્કમાં જ લુપ્ત થતી વનસ્પતિની પ્રજાતિઓનો સમાવેશ ધરાવતા ૬૦ હજારથી વધુ વૃક્ષ છે.રિવરફ્રન્ટના બંને કાંઠાને જોડનારો ભવ્ય ફૂટ ઓવરબ્રિજ પણ બની ચૂક્યો છે. સહેલાણીઓ આ ફૂટ ઓવરબ્રિજ ખાતે સેલ્ફી લેવાનો આનંદ માણી રહ્યા છે. આ ઉપરાંત બીજા તબક્કામાં રિવરફ્રન્ટને ઇન્દિરાબ્રિજ સુધી લંબાવાઈ રહ્યો છે.

તંત્રએ ભાડેથી ઈ-સ્કૂટર આપવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં
આમ સાબરમતી રિવરફ્રન્ટ લોકોને લોભાવનારો તો બની જ ગયો છે, પરંતુ હવે તંત્રે ભાડેથી અપાતી સાઇકલની જેમ સહેલાણીઓ માટે ભાડેથી ઈ-સ્કૂટર આપવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી સહેલાણીઓ ભાડેથી સાઇકલ મેળવીને તેને લોઅર પ્રોમિનાડમાં ચલાવી રહ્યા છે. જોકે આગામી દિવસોમાં સહેલાણીઓને સાઇકલ ઉપરાંત ઈ-સ્કૂટરનો વિકલ્પ ઉપલબ્ધ થાય તે માટેની કવાયત હાથ ધરાઈ છે.તંત્ર દ્વારા ઈ-સ્કૂટરને ભાડેથી મેળવવા માટે રિક્વેસ્ટ ઓફ પ્રપોઝલ મગાવાઈ છે, જેમાં કોન્ટ્રાક્ટરો તેમની દરખાસ્ત રજૂ કરશે અને જે કોન્ટ્રાક્ટરની દરખાસ્ત આવકની દૃષ્ટિએ તંત્રને સારી લાગશે તેને ઈ-સ્કૂટરનો પ્રોજેક્ટ સોંપાશે. પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠા પર ત્રણ-ત્રણ સ્થળને ઈ-સ્કૂટર ભાડેથી લેવા માટે પસંદ કરાયાં છે.

પશ્ચિમ કાંઠે વલ્લભસદન, ઉસ્માનપુરા સહિતનાં ત્રણ સ્થળ રહેશે
સહેલાણીઓ પશ્ચિમ કાંઠાના લોઅર પ્રોમિનાડ પર ઈ-સ્કૂટરને પ્રતિ અડધા કલાકના ભાડેથી લઈને લટાર મારી શકે તે માટે હાલ ત્રણ સ્થળ નક્કી કરાયાં છે, જેમાં વલ્લભસદન, ઉસ્માનપુરા અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ છેડાનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા પૂર્વ કાંઠા પર નારણઘાટ, સરદારબ્રિજનો પૂર્વ છેડો તેમજ ફૂટ ઓવરબ્રિજના પૂર્વ છેડા પર સહેલાણીઓને ભાડેથી ઈ-સ્કૂટર મળી રહે તે માટે વિચારણા હાથ ધરાઈ છે. હાલના તબક્કે પશ્ચિમ કાંઠાના ત્રણ અને પૂર્વ કાંઠાના ત્રણ મળીને કુલ છ સ્થળેથી આ પ્રોજેક્ટ હાથ ધરાશે.

સહેલાણીઓને નવરાત્રિ-દિવાળીના આસપાસ ઈ-સ્કૂટરનો લાભ મળશે
અત્યારે તો તંત્રે ઈ-સ્કૂટરની ભાડાની આવકમાં દસ ટકાની હિસ્સેદારી માગી છે. આ ઉપરાંતની પ્રક્રિયા પાર પાડવા ત્રણેક મહિના લાગશે. એટલે કે નવરાત્રિ-દિવાળીની આસપાસ કુલ ૧૦૦ ઈ-સ્કૂટરની સુવિધાનો લાભ સહેલાણીઓને મળતો થઈ જશે તેવો તંત્રનો આશાવાદ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ