બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અજબ ગજબ / વડોદરા / | new disease found in child called moya moya in Baroda

આ જ સાચી સેવા / 'મોયા મોયા' બીમારીથી હેરાન થતા 2 બાળકોની વડોદરાની હોસ્પિટલે લાખોની સર્જરી ફ્રીમાં કરી આપી

Khyati

Last Updated: 04:42 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ઼ડોદરામાં બે બાળકોમાં ભાગ્યેજ જોવા મળતી બીમારી જોવા મળી, SSG હોસ્પિટલમાં થઇ વિના મૂલ્યે સારવાર

  • વડોદરા SSG હોસ્પિટલમાં રેર રોગની સર્જરી
  • 5થી6 લાખની સર્જરી SSG હોસ્પિટલમાં ફ્રીમાં કરવામાં આવી
  • બે બાળકોને થઇ હતી મોયા મોયા નામની બીમારી

સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામના આ રોગ બાદ બાળકોમાં એક નવી બીમારી જોવા મળી છે. મોયા મોયા. જી હા નામ સાંભળવામાં વિચિત્ર લાગે પરંતુ આ મગજને લગતી એક બીમારી છે જેમાં બાળકને મગજની નસમાં લોહી પહોંચવાનું બંધ થઇ જાય છે.  આવા બે કેસ જોવા મળ્યો છે વડોદરામાં.  વડોદરામાં બે બાળકો મોયા મોયા નામની બીમારીથી ગ્રસ્ત થયા છે.

બે બાળકોને મોયા મોયા

વડોદરા  SSG હોસ્પિટલમાં મોયા મોયા  બીમારી ધરાવતા બે બાળકોની સફળ સર્જરી કરવામાં આવી છે. આ બીમારીમાં બાળકને નાની ઉંમરમાં જ પેરાલિસીસની અસર થઇ જાયછે. જો બાળકનું નિદાન મો઼ડુ કરવામાં આવે તો બાળક માનસિક રીતે અસ્વસ્થ બની જાય છે.  આ બીમારીનું નિદાન કરવા માટેલાખો રુપિયાનો ખર્ચ કરવો પડે છે પરંતુ એસએસજી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવી. 5 કલાકનો લાંબો સમય લીધા બાદ ઓપરેશન સફળ રહેતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી છે.
 

શું કહે છે પરિવાર ?

પરિવારજન જણાવે છે કે અમે બાળકોને લઇને પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા. પીડિયાટ્રીક સર્જન અને મનોચિકિત્સક જોડે પણ ગયા પરંતુ ક્યાંયથી પણ સંતોષકારક જવાબ મળ્યો નથી. અમે અમદાવાદ અને આણંદમાં પણ જઇ આવ્યા એક પણ ડોક્ટર પાસેથી સચોટ નિદાન મળ્યુ નહી. અમને જાણ થઇ કે વડોદરા એસએસજી હોસ્પિટલમાં આ બીમારીનું નિદાન થાય છે અમે બાળકોને લઇને અહીં આવ્યા. અહીના ડોક્ટરોનું સચોટ નિદાન સાંભળીને સંતોષ થયો. વળી જે સર્જરી ખાનગીમાં 5થી6 લાખ થાય તે અંહી માત્ર 10 હજાર રુપિયાના નજીવા ખર્ચમાં પુરી થઇ ગઇ.

આ રેર રોગ છે- ડોક્ટર

એસએસજી હોસ્પિટલના ડૉ. પાર્થ જણાવે છે કે   આ રોગ રેર છે. તેની કોઇને જાણ હોતી નથી જેથી તેની સારવાર થઇ શકતી નથી. આ રોગથી પીડીત બાળકોને લાઇફલોન્ગ પેરાલિસીસની બીમારી રહે છે, ખેંચ આવે છે અને માનસિક વિકાસ નોર્મલ રહેતો નથી.  બંને ઓપરેશન એક અઠવાડિયાના અંતરમાં કર્યા છે. ઓપરેશન દરમિયાન ધમની બ્લોક થવાના ચાન્સીસ વધી જાય છે . આ સર્જરી કરતા ઘણુ ધ્યાન રાખવુ પડે છે. 5 કલાક જેટલો સમય લાગે છે જેમાં સર્જરી દરમિયાન બાળકને સ્ટ્રોક આવે નહી એ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.  

રોગનો લક્ષણો

  • મગજની નસમાં લોહી પહોંચતુ નથી
  • બાળકો માનસિક રીતે અસ્વસ્થ રહે છે
  • વારંવાર ખેંચ આવવી
  • પેરાલિસીસ થઇ જવો
     

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ