બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / New decree for Thakor society! In case of wrongful expenditure, fine will have to be paid, new constitution will be implemented

બનાસકાંઠા / ઠાકોર સમાજમાં નવું ફરમાન! ખોટા ખર્ચા કર્યા તો ભરવો પડશે દંડ, નવું બંધારણ અમલમાં

Vishal Khamar

Last Updated: 11:51 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાનાં ઢુવા ગામે ઠાકોર સમાજની એક મીટીગ મળી હતી. જેમાં સમાજમાં રહેલ કુરિવાજો પર પ્રતિબંધ અને આર્થિક રીતે પગભર કરવાની વાત ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ સમાજ દ્વારા એક બંધારણ બનાવ્યું હતું. તેમજ આ બંધારણનું ફરજીયાત સૌ કોઈએ પાલન કરવું અને ન કરે તો દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

સમાજ કોઈપણ હોય. તેને બચાવવા માટે સમાજના આગેવાનો પ્રયાસમાં  લાગ્યા રહે છે. કોઈ નવા નિયમો બનાવે છે. તો કોઈ લઈ આવે  છે નવું બંધારણ. આવું જ એક બંધારણ તૈયાર કર્યું છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવ ગામમાં ઠાકોર સમાજે.  જ્યાં સામાજિક કુરિવાજો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

સમાજને આર્થિક પગભર કરવા પ્રયાસ
સમાજને ઉંચો લાવવા અને ખોટા ખર્ચ પર બ્રેક લગાવવા માટે ઢુવા ગામનાં ઠાકોર સમાજના આગેવાનોએ આ બંધારણ બનાવ્યું. જેમાં લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ બંધારણમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શ્રીમંત, જન્મ દિવસ જેવા પ્રસંગો પર કરવામાં આવતા સામાજિક વ્યવહાર અને ખર્ચ પર કાપ મુકવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો. અને આ બંધારણનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને 51 હજાર રૂપિયાનો દંડ ફટકારવાની પણ જોગવાઈ રાખવામાં આવી. એટલું જ નહી આ વ્યવસ્થા ન જળવાય ત્યાં સુધીએ વ્યક્તિનાં ઘરે અન્ય કોઈએ પ્રસંગમાં ન જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ખોટા ખર્ચાઓ પર કાપ મુકવા પ્રયાસ
ઠાકોર સમાજનાં બંધારણ પર નજર કરીએ તો સામાજિક પ્રસંગમાં ડીજે પ્રથા બંધ રાખવી. મરણ પ્રસંગરમાં કફન પ્રથા બંધ રાખવી. ઓઢામણા રોકડ પૈસામાં કરવા. સગાઈ પ્રસંગમાં મર્યાદામાં 25 માણસો લઈ જવા. સગાઈ પ્રસંગમાં વર-કન્યાના હાથમાં 2100 રૂપિયા જ આપવા. કંકોત્રીમાં ઘરનાં જ વ્યક્તિના નામ લખવા. એક દિવસે બોલામણાની પ્રથા બંધ રાખવી. વરઘોડાની પ્રથા બંધ રાખવી. ઢુંઢ પ્રથા મર્યાદામાં કરવી. દીકરાને ફેટો બાંધવાની પ્રથા મર્યાદામાં કરવી. સામ સામે લગ્ન મુકવા કે બોલાવવાની પ્રથા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

વધુ વાંચોઃ બનાસકાંઠાની જનતા કોની સાથે, રેખાબેન કે ગેનીબેન? જાણો જ્ઞાતિ સમીકરણ આધારે કોનું પલડું ભારે

ગરીબને ગરીબીમાંથી ઉગારશે બંધારણ
ઠાકોર સમાજની આ સામાજિક પહેલને ગ્રામજનોએ અપનાવી લીધી છે. અને બંધારણ પાળવાની ખાતરી પણ આપી છે. બંધારણની જરૂર એટલા માટે હતી કેમ કે પ્રસંગોમાં ખોટા ખર્ચા થતા હતા. દેખાદેખીમાં ખર્ચ કરવાની ક્ષમતા ન હોય તો જમીન ગીરવે મુકીને ખર્ચા કરતા. જેના કારણે ઠાકોર સમાજના લોકો ગરીબીમાં ધકેલાઈ રહ્યા હતા. અનેક પરિવાર દેવાદાર થઈ રહ્યા હતા. વળી આ ખર્ચા ન કરીને તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો સમાજ આગળ આવી શકે.  તેમજ શિક્ષણ વધે. અને આખરે સમાજ આગળ આવે અને આર્થિક રીતે મજબૂત પણ બને. હાલ તો આ બંધારણ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ત્યારે આવા બંધારણ અન્ય સમાજ ક્યારે અપનાવશેએ પણ મોટો સવાલ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ