બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / new CM of Rajasthan will be announced today? Speculations of two Deputy CMs and a formula to give a Dalit woman a bigger post

રાજનીતિ / આજે થશે રાજસ્થાનના નવા CMના નામનું એલાન? બે ડેપ્યુટી CM અને દલિત મહિલાને મોટું પદ આપવાના ફોર્મ્યુલાની અટકળો

Last Updated: 08:17 AM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ તરફથી મુખ્યમંત્રીની ઘોષણાના આ વિલંબનું કારણ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં તેના ગણિત વિશે જાણવાનું છે. પાર્ટી રાજસ્થાનમાં  એક CM સાથે બે ડેપ્યુટી CM પણ બનાવી શકે છે.

  • ભાજપ નક્કી નથી કરી શકી કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ બનશે?
  • જૂથવાદને કારણે થતા નુકસાનને ટાળવાના ઈરાદાથી વિચારીને નિર્ણય લેશે ભાજપ 
  • રાજસ્થાનમાં એક CM, બે ડેપ્યુટી CM અને સ્પીકર પદ પર દલિત મહિલા!

ચૂંટણી પરિણામો આવ્યાના એક અઠવાડિયા પછી પણ ભાજપ નક્કી નથી કરી શકી કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ બનશે. મુખ્યમંત્રીનું નામ નક્કી કર્યા બાદ પાર્ટીની અંદર કોઈપણ પ્રકારના જૂથવાદને કારણે થતા નુકસાનને ટાળવાના ઈરાદાથી ભાજપ સમજી વિચારીને નિર્ણય લેવા માંગે છે. આ સાથે જ એમ પણ કહેવાય રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ આ વિલંબનું મોટું કારણ હોય શકે છે. ચાલો જાણીએ કેવી રીતે.. 

BJPના નવા રંગ... પહેલીવાર 395 મુસ્લિમ ઉમેદવારોને ઉતાર્યા, નવા MY ફેક્ટરની  થઈ રહી છે ચર્ચા / BJP changed, fielded 395 Muslim candidates in UP; There  is a lot of talk about the

એક CM, બે ડેપ્યુટી CM અને સ્પીકર પદ પર દલિત મહિલા 
રાજનીતિની ગલીઓમાં એવી ચર્ચા છે કે ભાજપ તરફથી મુખ્યમંત્રીના નામની ઘોષણાના આ વિલંબનું એક કારણ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાજિક અને રાજકીય ગણિત વિશે જાણવાનું પણ છે. એવામાં પાર્ટી રાજસ્થાનમાં મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી CM પણ બનાવી શકે છે. હવે અંહિયા ગણિત વિશે વાત કરીએ તો આ ત્રણેય પદો પર રાજપૂત, બ્રાહ્મણ, મીણા અને જાટ સમુદાયના નેતાઓની નિમણૂક કરીને આ સમુદાયોને ભાજપ સાથે જોડાયેલા રાખી શકે છે. આ સાથે જ પાર્ટી સ્પીકર તરીકે કોઈ દલિત મહિલા ધારાસભ્યને તક આપીને આ વર્ગને રીઝવવાના પ્રયાસો પણ કરી શકે છે.

કર્ણાટક બાદ હવે BJP સામે 2024ની 'સેમીફાઇનલ' જીતવાની ચેલેન્જ! MP-રાજસ્થાનમાં  હવે બદલાઈ જશે રણનીતિ | After Karnataka defeat now BJP will change strategy  in MP-Rajasthan

કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ નામ જાહેર કરવામાં આવશે 
કહેવાય રહ્યું છે કે આ બધા પાછળ ભાજપનો ઇરાદો એવો છે કે પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બધા જ સમુદાયોના લોકોને મહત્વપૂર્ણ પદો પર બેસાડીને આવનાર ચૂંટણીમાં એમના વોટ મેળવી શકે. આ સાથે જ એવી પણ વાત ચાલી રહી છે કે ભાજપના નેતાઓ આ વ્યૂહરચના અંગે ચર્ચા કરી રહ્યા છે અને કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ જ તેને આગળ વધારવામાં આવશે. એકવાર મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ જાય પછી નાયબ મુખ્યમંત્રી અને સ્પીકરને લઈને આ રણનીતિને આગળ વધારી શકાય છે. 

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના સમયથી ભાજપ પર વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા તેમના સમુદાયમાંથી આવતા નેતાઓને તેમની જ્ઞાતિ-સમુદાયની સંખ્યા અનુસાર ઉમેદવાર બનાવવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. હવે પરિણામો બાદ પણ આ દબાણ યથાવત છે. આગામી લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી આ બમ્પર જીતનો લાભ લેવા માટે ભાજપ પણ તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Assembly Elections 2023 Rajasthan Assembly Elections 2023 રાજસ્થાન CM રાજસ્થાનના નવા CM વિધાનસભા ચૂંટણી 2023 rajasthan cm
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ