બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Navyman husband killed his wife in Kukdola village

ખુલાસો / આડા સંબંધો માટે નેવીવાળો પત્નીના કટકા કરીને જંગલમાં નાખી આવ્યો, પણ પકડાઈ ગયો ખાસ વસ્તુથી

Mahadev Dave

Last Updated: 09:02 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આડા સંબંધમાં નેવીના નિવૃત્ત કર્મચારીએ જ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દઈ બાદમાં કટકા કરી લાશ સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

  • કુકડોલા ગામે ખેતરમાથી મળી આવેલ મહિલાના મૃતદેહનો મામલો
  • આડા સંબંધમાં નેવીના નિવૃત પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી
  •  ડીસીપી વિજય પ્રતાપે જણાવ્યું કે

ગુરુગ્રામના કુકડોલા ગામે આવેલા એક ખેતરમાથી મહિલાની અર્ધ સલગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે કુકડોલા ગામના ઉમેદ સિંહના ખેતરની ઓરડીમા મૃતદેહ હોવાં મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યા તપાસ પોલીસ દરમિયાન ટીમને અડધું બળેલું મહિલાનું ધડ મળી આવ્યું હતું. જેમાં ગરદનનો ઉપરનો ભાગ ગાયબ હતો.પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું કે મહિલાને અન્ય સ્થળે મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. બાદમાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીને દબોચી લીધો છે.

Tag | VTV Gujarati

પત્ની ગુમ થઇ હોવાની પણ ફરિયાદ નોંધાવી હતી

આ મામલે ડીસીપી ક્રાઈમ વિજય પ્રતાપે આરોપી જીતેન્દ્રને પકડી પાડ્યો છે. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીએ પોતાની પત્ની ગુમ થઇ હોવાની પણ ફરિયાદ નોંધાવી હતી. આરોપી નેવીમાં રસોઈયા તરીકે સેવા આપ્યા બાદ નિવૃત્ત થયો છે. જેની પૂછપરછ દરમિયાન કબુલાત આપતા કહ્યું હતું કે તેણે પોતાની પત્નીનીની બેરહેમીથી હત્યા કરી નાખી છે. જે પાછળનું કારણ એ છે કે તેને અન્ય મહિલા સાથે આડા સબંધ હતા. આ મામલે બન્ને વચ્ચે રોજ માથાકૂટ થતી હતી.


આડા સંબંધના કારણે ઘરમાં કજિયા થતા હતા. જેને લઈને ઉશ્કેરાઈ ગયેલા પતિએ જ પત્નીનું ગળું દબાવી તે ને પરલોક પહોંચાડી દીધી હતી. બાદમા નિર્દય પતિએ લાશને બાથરૂમમાં ઢસડી જઈ છરી વડે કટકા કરી નાખ્યા હતા. અને સૂટકેસ તથા બેગમાં રાખી અનેક જગ્યાએ ફેંકી દીધી હતી.એટલું જ નહીં ઉજળ સ્થળે તેને સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં એરોપી પતિની સંડોવણી ખુલ્યા બાદ પોલીસે તેને રિમાન્ડમા લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચ માનેસરે 34 વર્ષીય જિતેન્દ્રની વધુ પૂછપરછ હાથ ધરી છે. મહત્વનું છે કે પોલીસે તપાસ દરમિયાન મળેલી પોલિથીન બેગ અને સીસીટીવી ફૂટેજની મદદથી પતિને ઓળખી બતાવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Crime News murder આડા સંબંધમાં હત્યા પતિએ કરી પત્નીની હત્યા crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ