બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / nadan kumar hacked indigo website after lost bag luggage

ગજબ છે યાર! / ટ્રાવેલમાં ખોવાયેલું બેગ પાછું આપવામાં કસ્ટમર કેરના ઠાગાઠૈયા, કંટાળેલા યુવાને એરલાઇન્સની વેબસાઇટ હેક કરી નાખી

Mayur

Last Updated: 10:03 AM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર ટ્રાવેલમાં સમાન ખોવાઈ જવાની પ્રોબ્લેમ હવે જૂની થઈ. એક ભારતીયને આ સમસ્યા બાદ કસ્ટમર કેર દ્વારા સરખો જવાબ નહીં મળતા તેણે Indigo Airlines ની વેબસાઇટ હેક કરી દીધી હતી.

  • INDIGO ની એરલાઇન્સમાં બેગ ખોવાઈ ગઇ
  • કસ્ટમર કેરનાં ધાંધીયા
  • મુસાફરે સાઇટ હેક કરી લીધી 

હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોનો સામાન ખોવાઈ જવાની કે બદલાઈ જવાની સમસ્યાઓ વારંવાર સાંભળવા મળે છે. આવી સ્થિતિમાં મુસાફરો કસ્ટમર કેર સેન્ટરને ફોન કરે છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં કસ્ટમર કેર તેમની સેવાથી મુસાફરોને સંતુષ્ટ કરી શકતા નથી, અને આ હવે સામાન્ય થઈ ગયું છે. 

ઘણી વાર તો મુસાફરોને કોઈ ઉકેલ આપવામાં આવતો નથી. આવા જ એક કિસ્સામાં પેસેન્જરે એક એવું કારનામું કર્યું છે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. પેસેન્જરે પોતાનો સામાન શોધવા માટે એરલાઇનની વેબસાઇટ હેક કરી નાખી હતી. 

મુસાફરી દરમિયાન બેગ બદલાઈ
સોફ્ટવેર એન્જિનિયર નંદન કુમાર ઈન્ડિગોની ફ્લાઈટમાં પટનાથી બેંગ્લોર જઈ રહ્યા હતા. મુસાફરી પૂરી કરીને જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્નીએ બેગ જોઈને કહ્યું કે 'આ કોઈ બીજાની બેગ છે.' નંદનની બેગની જગ્યાએ બીજા મુસાફરની બેગ આવી ગઈ હતી.

કસ્ટમર કેર સેવાને માહિતી આપી
નંદને ઇન્ડિગોની કસ્ટમર કેરને બેગ બદલવા વિશે જાણ કરી. કસ્ટમર કેર સેન્ટરે નંદનને તેની બેગ વિશે જાણ કરી ન હતી. નંદને ટ્વિટર પર બેગ ખોવાઈ જવાની અને પછી તેને શોધવાની સમગ્ર ઘટના વિશે જણાવ્યું છે.

એરલાઇન કંપની તરફથી કોઈ મદદ નહીં
એરપોર્ટથી ઘરે પહોંચ્યા પછી નંદને બેગ પત્નીને આપી. પત્નીએ કહ્યું કે બેગના નીચે તો કોઈ તાળું નથી.. આ બેગ બીજા કોઈની છે. આ પછી, જ્યારે એરલાઇનની ગ્રાહક સેવા વિભાગે મદદ ન કરી, ત્યારે તેણે ઇન્ડિગોની વેબસાઇટ હેક કરવાનું વિચાર્યું.

એરલાઇન વેબસાઇટ હેક
નંદને વેબસાઈટનું ડેવલપર કન્સોલ ખોલીને નેટવર્ક લોગ રેકોર્ડ્સ તપાસ્યા. થોડા સમય પછી તેને પેસેન્જર વિશે જાણવા મળ્યું કે જેની સાથે તેની બેગ બદલાઈ ગઈ હતી. તેમને નેટવર્ક સપોર્ટ દ્વારા પેસેન્જરની સંપર્ક વિગતો મળી.

નંદન કુમારે ઈન્ડિગોને સૂચનો આપ્યા 
નંદને જણાવ્યું કે જે મુસાફર સાથે તેની બેગ બદલાઈ હતી તે તેના ઘરની નજીક રહેતો હતો. નંદને પેસેન્જરનો સંપર્ક કર્યો અને બેગ બદલાવી હતી. બેગ મળ્યા બાદ નંદન કુમારે એરલાઇન કંપનીને સૂચન કર્યું કે ગ્રાહક સેવામાં સુધારો કરવાની જરૂર છે. કંપનીએ IVR ને ઠીક કરવાની જરૂર છે. ઉપરાંત, ગ્રાહકનો ડેટા લીક ન થાય તે માટે પહેલા વેબસાઇટને ઠીક કરવાની જરૂર છે.

INDIGOએ નંદનને ખોટું કહ્યું 
નંદને જણાવ્યું કે એરલાઇન કંપનીની ગ્રાહક સેવાએ દાવો કર્યો હતો કે સંબંધિત પેસેન્જરને બેગ માટે ત્રણ વખત બોલાવવામાં આવ્યા હતા. પરંતુ, જ્યારે નંદને પેસેન્જરને એરલાઇન કંપનીના કોલ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેને ઈન્ડિગો તરફથી કોઈ કોલ આવ્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ