બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / ટેક અને ઓટો / Musk and Mark's battle reached the court! Twitter preparing to file a case against Threads App,

Twitter vs Threads / મસ્ક અને માર્કની લડાઈ કોર્ટ સુધી પહોંચી! Threads App સામે કેસ કરવાની તૈયારીમાં ટ્વિટર, એલોન મસ્કે કહ્યું- ચીટિંગ નહીં ચાલે

Megha

Last Updated: 12:54 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટરના સીઈઓ એલન મસ્કે પણ થ્રેડ એપને લઈને પોતાનું મૌન તોડ્યું છે. તેમના વકીલ એલેક્સ સ્પિરોએ મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગને પત્ર લખીને તેમને કોર્ટમાં ખેંચી જવાની ધમકી આપી છે.

  • Twitterને ટક્કર આપવા માટે Instagram Threads પ્લેટફોર્મ લોન્ચ કર્યું
  • થ્રેડ્સ લોન્ચ થયા બાદથી જ લોકપ્રિય થઈ રહી છે
  • એલન મસ્કના વકીલે ઝકરબર્ગને લખ્યો પત્ર 
  • 'સ્પર્ધા સારી છે પરંતુ છેતરપિંડી નહીં.' - મસ્ક

તાજેતરમાં Meta એ Twitterને ટક્કર આપવા માટે Instagram Threads પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ મામલે હવે એલન મસ્કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પર પ્રહારો કર્યા છે. આ સાથે જ મસ્કે થ્રેડ્સ અંગે કાનૂની કાર્યવાહીની ધમકી પણ આપી છે. ટ્વિટરે થ્રેડ્સ પર મુકદ્દમાની ધમકી આપી છે, અને કહ્યું છે કે પ્લેટફોર્મ ટ્વિટરની કોપી કરી છે. જણાવી દઈએ કે થ્રેડ્સ લોન્ચ થયા બાદથી જ લોકપ્રિય થઈ રહી છે.

ગુરુવારે Threads એપને લોન્ચ કરવામાં આવી હતી અને બસ એ સમયથી જ થ્રેડ્સ એપ્લિકેશન હેડલાઇન્સ બનાવી રહી છે. થ્રેડને અત્યાર સુધીમાં 30 મિલિયન લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. થ્રેડ્સ એવા સમયે બહાર પડવામાં આવ્યું છે જ્યારે ટ્વિટરે એપ પર નવા નિયમોની જાહેરાત કરી છે.

એલન મસ્કના વકીલે ઝકરબર્ગને લખ્યો પત્ર 
ટ્વિટરના સીઈઓ એલન મસ્કે પણ થ્રેડ એપને લઈને પોતાનું મૌન તોડ્યું છે. તેમના વકીલ એલેક્સ સ્પિરોએ મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગને પત્ર લખીને તેમને કોર્ટમાં ખેંચી જવાની ધમકી આપી છે. તેઓએ મેટા પર ટ્વિટરના વેપાર રહસ્યો અને અન્ય બૌદ્ધિક સંપત્તિના ગેરકાયદેસર રીતે ગેરઉપયોગનો આરોપ મૂક્યો છે. ઝકરબર્ગ પર ડઝનેક ભૂતપૂર્વ ટ્વિટર કર્મચારીઓને નોકરી પર રાખવાનો પણ આરોપ છે.

ભૂતપૂર્વ ટ્વિટર કર્મચારીઓને નોકરી પર રાખ્યા 
રિપોર્ટ અનુસાર પત્રમાં કહેવામાં આવ્યું છે કે મેટાએ તે કર્મચારીઓને નોકરી પર રાખ્યા છે, જેમના ટ્વિટરના રહસ્યો અને તેની ગુપ્ત માહિતી તેઓ એક્સેસ કરી શકે છે. આ લોકો પાસે હજુ પણ ટ્વિટરની ગુપ્ત માહિતી છે. એલન મસ્કે મેટાને ચેતવણી આપતા ટ્વીટનો જવાબ આપ્યો કે 'સ્પર્ધા સારી છે પરંતુ છેતરપિંડી નહીં.'

ટ્વિટરે નવા આદેશ જારી કર્યા 
એ વાત તો નોંધનીય છે કે ટ્વિટરે બ્લુ ટિક વગર યુઝર્સ દ્વારા પોસ્ટની સંખ્યા નક્કી કરી હતી. તે પછી, કંપનીએ બ્લુ ટિક વિનાના યુઝર્સ માટે TweetDeck ના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્વિટર યુઝર્સે એલોન મસ્કના આ નિર્ણયોનો વિરોધ કર્યો છે. ટ્વિટર યુઝર્સ ટ્વિટરનો વિકલ્પ શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં Meta એ એક નવી એપ Threads લોન્ચ કરી છે . થ્રેડ્સ શરૂ કરવું એ નફાકારક સોદો સાબિત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ