બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / mumbai pune road accident truck pickup van collision 8 killed

મહારાષ્ટ્ર / પુણેમાં ગમખ્વાર અકસ્માત: પિકઅપ વાન સાથે ટ્રકની ટક્કર થતા 8ના કમકમાટીભર્યા મોત, ખુદ CM શિંદે કાફલો રોકી મદદે આવ્યા

Dinesh

Last Updated: 08:48 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Accident News: અકસ્માત સર્જાયો ત્યારે સીએમનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સીએમ એકનાથ શિંદેએ તેમના કાફલાને રોક્યો અને ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓ પાસેથી અકસ્માતની માહિતી મેળવી

  • પુણેમાં રવિવાર રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો
  • માર્ગ અકસ્માતમાં  2 બાળકો સહિત 8 લોકોના મોત થયા
  • CM કાફલાની એમ્બ્યુલન્સમાં તમામ ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા 


Maharashtra Accident News: મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત નગર કલ્યાણ હાઈવે પર રાત્રીના સમય થયો હતો. જેમાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ પીકઅપ વાન ઓતૂર જિલ્લા નજીક સ્થિત કલ્યાણ તરફ જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી આવતી ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે વાન પલટી ગઈ હતી. જેમાં 8 લોકોના મોત થયા છે.

 

મૃતદેહોને પોસ્ટપાર્ટમ માટે મોકલાયા
પાપ્ત માહિતી મુજબ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી લોકોને હોસ્પિટલ લઈ ગઈ હતી. અકસ્માત બાદ તમામ મૃતદેહોને ઓતુરના જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે મૃતકના પરિજનોને જાણ કરી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. પોલીસ પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચે તેની રાહ જોઈ રહ્યાં છે.

CMએ કાફલાને રોકીને લોકોની મદદ કરી
જ્યારે આ અકસ્માત થયો ત્યારે સીએમનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ પછી સીએમ એકનાથ શિંદેએ તેમના કાફલાને રોક્યો અને ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓ પાસેથી અકસ્માતની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ તેમના કાફલાની એમ્બ્યુલન્સમાં તમામ ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા હતા. સીએમનો ઘટના સ્થળનો આ વીડિયો મહારાષ્ટ્રના સીએમઓએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ