બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Most Wanted Listed Bootlegger Pintu Gahri Arrested From Mumbai Airport By State Monitoring Cell Team

એક્શન / ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી : દર મહિને 12 કરોડથી વધુ કમાતા મોસ્ટ વોન્ટેડ બુટલેગરની મુંબઈથી કરી ધરપકડ

ParthB

Last Updated: 11:24 AM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોસ્ટ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરીની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

  • મોસ્ટ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરીની ધરપકડ
  • સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુંબઈ એરપોર્ટ પરથી કરી ધરપકડ
  • આરોપી મહારાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાતમાં ઘૂસાડતો હતો દારૂ
  • દારૂના વેપારમાં બુટલેગર દર મહિને 12 કરોડથી વધુનો નફો કરતો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્માચારીઓ અને દારૂના બૂટલેગરોના કારણે બેફામ રીતે રાજ્યભરમાં દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે હાલ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આવો જ એક બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરીને હાલ મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. જેના છ મહિનાનાં દારૂના ધંધાનું ટ્રાન્જેક્શન 200 કરોડ રૂપિયા હતુ અને તે પોતે મહિને 12થી 15 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો રળતો હતો.

33 ગુનામાં વોન્ટેડ બુટલેગર પિન્ટુની મુંબઈ એરપોર્ટ પર જ કરાઈ ધરપકડ

બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરી ગત 27 જૂલાઈના રોજ ગોવાથી મોજ માણીને મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો અને તેજ સમયે  ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેને પકડી પાડ્યો. ઉલ્લેખનીય છે કે, પિન્ટુ ગઢરી પર વર્ષ 2019થી 2022 દરમિયાન કુલ 33 ગુનાઓ નોંધાયેલા છે 

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો 

આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોરખ ઉર્ફ પિન્ટુ ગઢરીને મુંબઇ એરપોર્ટ પરથી 27 જૂલાઇના રોજ ઝડપી પાડ્યો હતો. પિન્ટુ વિરૂદ્ધ રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના 33 ગુના નોંધાયા હતા. અને તે છેલ્લે ગુજરાત પોલીસના હાથે 2019માં પકડાયા પછીથી સતત નાસતો ફરતો હતો. આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, પિન્ટુ ગોવા થી મુંબઇ ફ્લાઇટમાં પરત આવી રહ્યો છે. જેથી SMCની એક ટીમ તાત્કાલીક મુંબઇ એરપોર્ટ પર પહોંચી ગઇ અને પિન્ટુને ઝડપી પાડ્યો.

પ્રતિકાત્મક તસવીર

6 મહિનામાં 200 કરોડના દારૂનું ટર્ન ઓવર કર્યાનો ખુલાસો

પોલીસે પિન્ટુની પૂછપરછ કરતાં અધધ…કહી શકાય તેટલા રૂપિયાના ટ્રાન્જેક્શન મળ્યાં. પોલીસને જાણવા મળ્યું કે, પિન્ટુએ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 200 કરોડ રૂપિયાથી વધુનો દારૂ સપ્લાય કર્યો છે. તેણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાંથી જ દક્ષિણ ગુજરાતમાં દારૂ ઘૂસાડતો હતો. આટલા મોટા વ્યવહારના અંતે પિન્ટુ મહિને 12થી 15 કરોડ રૂપિયા મહિને કમાતો હોવાનું પણ ખુલ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bootlegger Most Wanted State Monitoring cell arrested ધરપકડ બુટલેગર મોસ્ટ વોન્ટેડ સ્ટેટ મોનિટરિંગ સેલ Gujarat Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ