બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 11:22 AM, 1 April 2024
Medicine Price Hike News : આજે 1 એપ્રિલ છે અને આજથી ભારતમાં 800 થી વધુ દવાઓ મોંઘી થવા જઈ રહી છે. વાત જાણે એમ છે કે, કેન્દ્ર સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)માં ઘણા ફેરફારો કર્યા છે જેના હેઠળ હવે ઘણી દવાઓની કિંમતો વધશે. વિગતો મુજબ આ દવાઓની કિંમતમાં લગભગ 12 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ અંતર્ગત નેશનલ એસેન્શિયલ મેડિસિન લિસ્ટ (NLEM)માં 0.0055 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ સૂચિમાં કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે જે સામાન્ય રોજિંદા સમસ્યાઓમાં ઉપયોગી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પેરાસિટામોલના ભાવમાં 130%નો વધારો
અહેવાલો અનુસાર પેરાસિટામોલની કિંમતોમાં 130%નો વધારો થયો છે. વાસ્તવમાં આ એક એવી દવા છે જેનો ઉપયોગ તાવ સહિત અનેક રોગોના લક્ષણોને નિયંત્રિત કરવા માટે થાય છે. તેની કિંમતોમાં વધારો સામાન્ય માણસ માટે થોડો વધુ પડતો હોઈ શકે છે.
પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ પણ થઈ મોંઘી
પેઈનકિલર, એન્ટીબાયોટીક્સ અને એન્ટી ઈન્ફેક્શન દવાઓ પણ મોંઘી થઈ ગઈ છે. પેનિસિલિન જી 175% મોંઘું થયું છે, જ્યારે Azithromycin અને કેટલીક અન્ય દવાઓ પણ મોંઘી થઈ છે. આ સિવાય ઘણા સ્ટેરોઇડ્સ પણ આ યાદીમાં સામેલ છે.
આ દવાઓ પણ મોંઘી થઈ
આ દવાઓ ઉપરાંત એક્સિસીયન્ટ્સની કિંમતોમાં પણ વધારો થયો છે. આમાં 18-262% વધારો થયો છે અને તેમાં ગ્લિસરીન અને પ્રોપીલીન ગ્લાયકોલ, સિરપ સહિતના સોલવન્ટનો સમાવેશ થાય છે. આ 263% થી 83% મોંઘા થયા છે. આ સિવાય કેટલીક મધ્યવર્તી દવાઓના ભાવ પણ 11% થી 175% ની વચ્ચે વધ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.