બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / More than 3 inches of rain in Ahmedabad city amid rains with strong winds

મેઘ કહેર / ગુજરાતમાં વરસાદે બઘડાટી બોલાવી, અમદાવાદ સહિત આ જિલ્લામાં દે ધનાધન, આગાહી હજુ આટલા દિવસની

Kishor

Last Updated: 12:25 AM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તથા ઉત્તર અને મધ્ય ગુજરાતના 49 તાલુકા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

  • અમદાવાદમાં 3 ઈંચથી વધુ વરસાદ
  • ઉત્તર અને મધ્ય ગુજરાતના 49 તાલુકા વિસ્તારમાં વરસાદ 
  • 2 કલાકમાં કુલ 49 તાલુકા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તા. 28 અને 29 એમ બે દિવસ કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. જે આગાહીને પગલે આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.આજે સાંજે 6 :30 વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. બાદમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

નારોલમાં 2.25 ઈંચ વરસાદ 
જેમાં ઝોન વાઇઝ વાત કરવામાં આવે તો પશ્ચિમ ઝોનમાં 3.5 ઈંચ, પૂર્વ ઝોનમાં 2.5 ઈંચ વરસાદ તથા દક્ષિણ ઝોનમાં 3.25 ઈંચ, ઉત્તર ઝોનમાં 2.5 ઈંચ વરસાદ અને મધ્ય ઝોનમાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો પડ્યો છે. તે જ રીતે ઉત્તર-પૂર્વ ઝોનમાં 3.5 ઈંચ, દક્ષીણ-પૂર્વમાં 3.5 ઈંચ વરસાદ, ઓઢવમાં 2.25 ઈંચ, વિરાટનગરમાં 2.50 ઈંચ,  નારોલમાં 2.25 ઈંચ, ઉસ્માનપુરામાં 3.75 ઈંચ વરસાદ ખાબક્યો હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.

અમદાવાદ શહેરમાં સાંજ બાદ ધોધમાર વરસાદ 

વધુમાં ચાંદખેડા, રાણીપ, બોડકદેવ, જોધપુરમાં 4-4 ઈંચ અને ગોતામાં 3.85 ઈંચ, ચાંદલોડિયામાં 3.75 ઈંચ વરસાદ પડ્યો હતો. સરખેજ અને બોપલમાં 3.50 ઈંચ તો દુધેશ્વર, મણિનગર અને વટવામાં 3-3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.મેમકો, નરોડામાં 2.15 ઈંચ વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે ભારે વરસાદ બાદ વાસણા બેરેજના પણ 4 દરવાજા ખોલવાની નોબત આવી હતી. જ્યારે સાબરમતી નદીમાં 6 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.હજુ પણ અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ હોવાની ચારે કોર પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા.

49 તાલુકા વિસ્તારમાં વરસાદ ખાબક્યો

બીજી બાજુ ગુજરાતના અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2 કલાકમાં 49 તાલુકા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.જેમાં દાંતામાં 2.25 ઈંચ, વડગામમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. તે જ રીતે બાવળામાં 1.75 ઈંચ અને ચાણસ્મામાં 1.25 ઈંચ, નડીઆદમાં 1.25 ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. તથા વડાલી અને પેટલાદમાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. તો પાલનપુર, દાંતીવાડા અને માતરમાં એક-એક ઈંચ વરસાદ અને આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠાના વિસ્તારોમાં હજુ પણ (11:30 સુધી)  ધીમીધારે વરસાદ ચાલું હોવાનું જાણવા મળી રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા અગાઉ કમોસમી વરસાદ માટે કરાઈ હતી આગાહી
મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા અગાઉ કમોસમી વરસાદ માટે આગાહી કરાઈ હતી. જેમાં 28 અને 29મીએ વરસાદ પડી શકે તેવી શકયતા વ્યક્ત કરાઈ હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ મોકાણ સર્જી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ તેવી પણ શકયતા સેવવામાં આવી રહી છે. વરસાદને લઈને આકરા તાપમાંથી રાહત મળી શકે તેમ જણાવ્યું હતું. જેને લઈને આજે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ