બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / આરોગ્ય / monsoon health tips avoid these 7 foods in rainy season

Monsoon Tips / વરસાદી સિઝનમાં ભૂલથી પણ ન કરતા આ 7 ચીજોનું સેવન, સ્વાસ્થ્ય પર થઇ શકે છે ગંભીર અસર

Bijal Vyas

Last Updated: 04:44 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસું આવતાની સાથે જ લોકોને ગરમીથી છૂટકારો મળી જાય છે, પરંતુ આ સિઝન તેની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. દરેક વ્યક્તિએ પોતાના આહારનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • વરસાદી સિઝન ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી, ફ્લૂ જેવી અનેક બીમારીઓ પણ લઈને આવે છે.
  • મશરૂમ જમીનમાં સીધા ઉગે છે તે ઇન્ફેક્શન માટે વધુ સંવેદનશીલ હોય છે.
  • સલાડને પણ આ સિઝનમાં ખાવાનું ટાળવુ જોઈએ

Monsoon Health Tips: ભારતના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યુ છે. ચોમાસાના આગમનની સાથે જ ગરમીથી તો રાહત મળે છે, પરંતુ આ સિઝન ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી, ફ્લૂ જેવી અનેક બીમારીઓ પણ લઈને આવે છે. આરોગ્ય નિષ્ણાતો હંમેશા ચોમાસામાં ઘરને સ્વચ્છ રાખવા અને ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવાની સલાહ આપે છે. આ સિઝનમાં સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી જરૂરી છે. ચોમાસામાં સૌથી વધુ ચેપ બહારના ખોરાક અથવા ઓઇલી ફૂડ જેવા કે સમોસા, પકોડા, ચાટ વગેરેથી ફેલાય છે. આવો જાણીએ રોગોથી બચવા માટે વરસાદમાં શું ન ખાવું જોઈએ?

1. લીલા શાકભાજી
આ વરસાદી સિઝનમાં લીલા શાકભાજી જેવા કે કોબીજ, લીલી ભાજી, પાલક વગેરે ન ખાવા જોઈએ. નિષ્ણાંતોના મતે વરસાદની સિઝનમાં બેક્ટેરિયા અને ફંગસ ઇન્ફેક્શનું જોખમ વધી જાય છે. પાંદડાવાળા શાકભાજીમાં જંતુઓ ઝડપથી વધવા લાગે છે. વરસાદની સિઝનમાં આ ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે, તેથી વરસાદમાં આવા શાકભાજીથી દૂર રહો.

આ કંપની ભજીયા ખાવા માટે આપી રહી છે એક લાખ રૂપિયાની સેલેરી, જાણો કઈ રીતે  કરશો ઍૅપ્લાય | This company is giving a salary of one lakh rupees for  eating Chicken dippers,

2. તળેલો અને મસાલેદાર ખોરાક
વરસાદની મોસમમાં તળેલા અને મસાલેદાર ખોરાક ખાવોનું ટાળવુ જોઇએ. આ પ્રકારનો ખોરાક શરીરમાં ચરબી અને પિત્તને વધારે છે, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. એટલા માટે પકોડા, સમોસા કે તળેલી વસ્તુઓ પણ ટાળવી જોઈએ જે ડાયરિયા અને ડાયજેશનને ખરાબ કરે છે.

3. મશરુમ 
ડોકટરોનું કહેવું છે કે વરસાદની સિઝનમાં મશરૂમનું સેવન ટાળવું જોઈએ. મશરૂમ જમીનમાં સીધા ઉગે છે તે ઇન્ફેક્શન માટે વધુ સંવેદનશીલ હોય છે.

4.દહીં 
વરસાદમાં ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે, તેમાં બેક્ટેરિયા પણ હોય છે જે આ સિઝનમાં સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતી નથી.

5. સી ફૂડ 
ચોમાસાની સિઝનમાં માછલી અથવા પ્રોન્સ જેવા સીફૂડ ખાવાનું ટાળો કારણ કે આ સિઝનમાં દરિયાઈ જીવો માટે પ્રજનનનો સમય હોય છે. આ જ કારણ છે કે, આ સિઝનમાં માછલી ખાવાથી ફૂડ પોઈઝનિંગનો ખતરો વધી શકે છે.

વરસાદી સિઝનમાં ઇમ્યુનિટી વધારવામાં કારગર સાબિત થશે આ 5 ફૂડ્સ, બિમારીઓથી પણ  કરશે રક્ષણ/ health 5 types of foods that will boost your immunity during  monsoon

6. નોનવેજ
વરસાદની મોસમમાં આપણું પાચનતંત્ર ખૂબ જ નબળું પડી જાય છે, તેથી ભારે ખોરાક પચાવવામાં મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં આસિઝનમાં નોન-વેજ ખાવાનું ટાળો. આવી સ્થિતિમાં વધારે ચરબી કે રેડ મીટ ખાવાનું પણ ટાળવું જોઈએ.

7. સલાડ 
સલાડ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, સલાડને પણ આ સિઝનમાં ખાવાનું ટાળવુ જોઈએ. માત્ર સલાડ જ નહીં, વરસાદની સિઝનમાં કાચું ખાવાનું ટાળો. આ સિવાય કાપેલા ફળો અને શાકભાજીનું સેવન ન કરો કારણ કે તેમાં પણ કીડાનો ખતરો છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ