બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Monsoon continues in Gujarat, rains in 201 talukas of the state in last 24 hours

આગાહી / ગુજરાતમાં ચોમાસાની જમાવટ યથાવત, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકામાં વરસાદ, આ જિલ્લાઓમાં રેડ અલર્ટ

ParthB

Last Updated: 08:15 AM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી

  • ગુજરાતમાં ચોમાસાની જમાવટ
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકામાં વરસાદ
  • ધરમપુરમાં સૌથી વધુ 5.25 ઈંચ ખાબક્યો  
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકામાં વરસાદ

જેમાં સૌથી વધુ ધરમપુરમાં 5.25 ઈંચ, જ્યારે કપરાડામાં 4.5 ઈંચ, ચિખલીમાં 4 ઈંચ, ખેરગામમાં 3.5 ઈંચ, તાલાલમાં 2.5 ઈંચ, સતલાસણામાં 2.5 ઈંચ, વાપીમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 2.5 ઈંચ, થાનગઢમાં 2.5 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, વલસાડમાં 2.5 ઈંચ વરસાદ, પારડીમાં 2.5 ઈંચ, વઘઈમાં 2.5 ઈંચ, મોડાસામાં 2.25 ઈંચ, વેરાવળમાં 2 ઈંચ, લખપતમાં 2 ઈંચ, માતરમાં 2 ઈંચ, સાયલામાં 2 ઈંચ, વાંસદામાં 2 ઈંચ, ભુજમાં 2 ઈંચ, વ્યારામાં 2 ઈંચ,  વરસાદ નોંધાયો

ગુજરાતમાં હજુ એક દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

ભારે વરસાદના કારણે દ્વારકા જિલ્લાના રોડ-રસ્તાઓ તૂટ્યા

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ ,સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહેલા સતત વરસાદથી કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ જવા પામ્યા છે. તો બીજી તરફ અવીરત વરસાદના કારણે દ્વારકા જિલ્લાના માર્ગો બિસ્માર હાલતમાં ફેરવાતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત  આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે કોઝ-વે ધોવાઈ ગયાં છે. જેને લઈને ખાખરડા પંથકના રોડ રસ્તાઓ બન્યા ખેડૂતો માટે આફત સમાન બન્યા છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાતા લોકોને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rains IMD forecast gujarat weather Forecast આઈએમડી આગાહી ગુજરાત ભારે વરસાદ હવામાનની આગાહી Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ