બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / mohammed shami reaction sajda on ground viral photos slams pakistan fan

ક્રિકેટ / 'પાકિસ્તાનીઓ ચુગલીખોર છે' સજદા વિવાદ પર મોહમ્મદ શામીએ તોડી ચુપ્પી, પાકને મરચું લાગે તેવું ખૂલીને બોલ્યો

Arohi

Last Updated: 09:07 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohammed Shami: વર્લ્ડ કપ 2023માં મોહમ્મદ શમીએ સૌથી વધારે 24 વિકેટ લીધી હતી. તેમાં શ્રીલંકાના સામે એક ઈનિંગમાં 5 વિકેટ પણ શામેલ છે. જેના બાદ શમીની એક તસવીર વાયરલ થઈ હતી.

  • પાકિસ્તાનીઓ છે ચુગલખોર 
  • સજદા કરવા પર શમીએ તોડી ચુપ્પી 
  • કહ્યું- મુસ્લિમ અને ઈન્ડિયન હોવા પર ગર્વ 

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે છેલ્લા 2 મહિના ખૂબ જ સારા રહ્યા. વર્લ્ડ કપ 2023ની શરૂઆતી 4 મેચોમાં બહાર બેઠા બાદ શમીએ ટીમમાં વાપસી કરતા જ ધમાકેદાર પ્રદર્શન કર્યું અને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી. શમીના જોરદાર પ્રદર્શનની દરેક લોકોએ પ્રસંશા કરી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

પરંતુ પાકિસ્તાનથી તેમને લઈને નફરત ભર્યા નિવેદનો થઈ રહ્યા છે અને ખોટી અફવાહો પણ ઉડાવવામાં આવી રહી છે. આવી જ એક અફવાની ખબર પર મોહમ્મદ શમીએ હવે જડબાતોડ જવાબ આપ્યો છે અને સાથે જ કહ્યું છે કે પાકિસ્તાનીઓને ફક્ત ચુગલખોરીથી પ્રેમ છે. 

સજદાને લઈને પાકિસ્તાનમાં અફવાહ
વર્લ્ડ કપમાં શ્રીલંકાના સામે મેચમાં શમીએ 5 વિકેટ મેળવી હતી. પોતાની 5મી વિકેટ લીધા બાદ શમી મેદાન પર જ ઘુટણના સહારે માથુ ઝુકાવીને બેઠા હતા. તેમના બન્ને હાથ મેદાન પર જ હતા. પછી તે અચાનક ઉઠી ગયા. હવે આ ફોટોને પાકિસ્તાની પત્રકારો અને ફેંસે એવુ કહીને વાપરલ કરી નાખ્યું કે શમી સજદા કરવા માંગતા હતા પરંતુ ભારતમાં હોવાના કારણે તેમણે આમ ન કર્યું. 

"જ્યાં ઈચ્છુ ત્યાં સજદા કરી શકુ છું"
એક મહિના સુધી આ મામલામાં કંઈ ન કહેનાર શમીએ હવે આખા પાકિસ્તાનની બોલતી બંધ કરી નાખી છે અને કહ્યું છે કે જો તેમને સજદા કરવા હોત તો જરૂર કરત અને કોઈ તેમને રોકી ન શકત. 

એક ઈન્ટરવ્યૂમાં શમીને જ્યારે પાકિસ્તાનીઓની આ હરકરત વિશે પુછવામાં આવ્યું તો ભારતીય પેસરે કહ્યું કે તેમને મુસલમાન હોવા પર ગર્વ છે અને ભારતીય હોવા પર પણ ગર્વ છે. શમીએ કહ્યું કે જ્યારે પણ ઈચ્છે ભારતમાં કોઈ પણ મંચ પર સજદા કરી શકે છે અને કોઈ તેમને નહીં રોકી શકે. 

પાકિસ્તાનને ફક્ત ડિસ્ટર્બ કરવું પસંદ 
તેમણે કહ્યું કે જો તેને સજદા કરવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર પડત તો તે ભારતમાં થોડી રહેતા હોત. તેમણે કહ્યું કે પાકિસ્તાનીઓના વિચાર ફક્ત ડિસ્ટર્બ કરવાના હોય છે અને તેમને ચુગલખોરીથી પ્રેમ છે.   

શમીએ સવાલ ઉભો કર્યો કે શું ક્યારેય કોઈએ પહેલા તેમને મેદાન પર સજદા કરતા જોયા છે? 5 વિકેટ તો તે પહેલા પણ ઘણી વખત લઈ ચુક્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ