બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / modi government scheme matru vandana yojna beneficiaries 6000 rupees know detail

ફાયદાની વાત / મહિલાઓ માટે કેન્દ્ર સરકાર લાવી છે જોરદાર સ્કીમ, સીધા ખાતામાં આવી જશે 5 હજાર રૂપિયા, જુઓ કઇ રીતે

Manisha Jogi

Last Updated: 08:43 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓની શરૂઆત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન મજૂરી હાનિના આંશિક વળતર આપવાનો છે.

  • મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓની શરૂઆત
  • ગર્ભાવસ્થા દરમિયાન આંશિક વળતર તરીકે આપવામાં આવે છે સહાય
  • 3.11 કરોડથી વધુ લાભાર્થીઓને મળ્યો આ યોજનાનો લાભ

કેન્દ્ર સરકારે મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓની શરૂઆત કરી છે. અહીંયા આ પ્રકારની એક યોજના પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની વાત કરવામાં આવી રહી છે. આ યોજના ગર્ભવતી મહિલઓને આર્થિક રૂપે સશક્ત કરે છે. 1 જાન્યુઆરી 2017થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2022માં મિશન શક્તિના એક ઘટક તરીકે સંશોધિત કરવામાં આવી. 

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન મજૂરી હાનિના આંશિક વળતર આપવાનો છે. જેથી મહિલાઓ બાળકના જન્મ પહેલા અને જન્મ પછી આરામ કરી શકે. આ યોજનાની મદદથી ગર્ભવતી મહિલાઓ તથા સ્તનપાન કરાવનાર માતાના આરોગ્યમાં સુધારો થઈ શકે છે. સામાજિક અને આર્થિક રૂપે નબળી મહિલાઓને બે હપ્તાના ભાગરૂપે 5,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. 

હવે બીજા બાળક માટે પણ આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધી 3.11 કરોડથી વધુ લાભાર્થીઓને કુલ 14,103 કરોજ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે અને નાણાંકીય સહાય પ્રદાન કરવામાં આવી છે. આ યોજનાની મદદથી કન્યા ભ્રૂણ હત્યાને હતોસ્તાહિત કરીને શ્રમ બળની ભાગીદારી વધારીને લિંગ અનુપાતમાં સુધારો પણ તઈ શકશે. ઉપરાંત રસીકરણ, ગર્ભાવસ્થા અને સંસ્થાગત જન્મ માટે રજિસ્ટ્રેશનને પણ પ્રોત્સાહન આપે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ