બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Minister Rishikesh Patel held a meeting with senior officials regarding heart attack

સુચના / ગુજરાતમાં હરતા ફરતા અચાનક ધબકારા બંધ, મંત્રી ઋષિકેશ પટેલે સિનિયર અધિકારીઓ સાથે યોજી બેઠક, વિપક્ષને આવી વેક્સિનની યાદ

Kishor

Last Updated: 06:57 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હાર્ટ એટેકે હાહાકાર સર્જી દીધો છે તેવામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી સૂચનો જારી કર્યા છે.

  • રાજ્યમાં હાર્ટ એટેકથી હડકંપ
  • હરતા ફરતા અચાનક ધબકારા બંધ
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી

કોરોના બાદ યુવાઓમાં હાર્ટ એટેકના વધતા જતા કિસ્સાએ સૌથી મોટી સમસ્યા ગણી શકાય છે. બીજી તરવ રાજ્યમાં વધતા હાર્ટ એટેકના બનાવોને લઈ રાજ્ય સરકારે ચંતા વ્યક્ત કરી છે. આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી સૂચનાઓ આપી હતી. છેલ્લા 48 કલાકમાં 15 હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે. ત્યારે આગામી સમયમાં શું તકેદારી રાખવી સહિતની વિચાણા અંગે રાજ્ય સરકાર દ્વારા બેઠકનું આયોજન કરાયું. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

રાજ્યમાં હાર્ટ એટેકે હાહાકાર મચાવ્યો
યુવાઓ ગરબે રમતા, રીક્ષા ચલાવતા, કસરત કરતા, ક્રિકેટ રમતા અચાનક ઢળી પડ્યા બાદ યુવાનોના હૃદય બંધ પડી જવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેને લઈને તબીબ આલમ ચિંતામાં છે તો રાજ્ય સરકાર પણ સતર્ક બની છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પેટેલે રાજ્યના વિવિધ સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડિરેક્ટર, તથા અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેટ સહિતના તબીબો પણ હાજર રહ્યા હતા. 

11 લોકોના હાર્ટ એટેકના કારણે મોત
આ પહેલા આનંદી બેન પટેલે પણ વધતા હાર્ટ  એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કોરોના રસીના કારણે નહીં પરંતુ કોરાના વાયરસના કરાણે કેસ વધી રહ્યા છે. જેની યોગ્ય તપાસ થવી જોઈએ, અને વધતા હાર્ટ એટેકના કેસને  કેવી રીતી અટકાવી શકાય તેવી તે અંગે પણ સતરવરે વિચાણા કરવી જોઈએ. મહત્વનું છે કે ઉંમર નાની હોય કે મોટી, પરંતુ હાર્ટ એટેકની હોવાના કિસ્સાઓ વધુ સામે આવી રહ્યા છે. હાલ સુધી તો આ પ્રકારની ઘટના શાં માટે બની રહી છે તેના કોઈ ચોક્કસ કારણો તો જાણી શકાયા નથી, પરંતુ મહત્વના કારણોમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યાના કિસ્સાઓ વધુ જોવા મળી રહ્યા છે. નવરાત્રિ દરમિયાન ગરબે રમતા કે ગરબે રમીને પરત આવતા 11 લોકોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. જો કોઈ અન્ય બિમારી હોય તો તેનું પણ સત્વરે તબીબની સલાહ લેવી જોઈએ.

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન

બીજી તરફ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુનો  દર સતત વધી રહ્યો છે ત્યારે સરકારે સર્વે અને નિષ્ણાતોની ટીમ દ્વારા સત્વરે કારણ જાણવું જોઇએ . કોરોનાની કઇ વેક્સિન લીધી તેની પણ તપાસ જરૂરી છે. યોગ્ય કારણ શોધી આગોતરી દવાઓ કે તપાસ માટે વ્યવસ્થા થવી જોઈએ જેથી કોઈએ જીવ ગુમાવવાનો વારો ના આવે! તેમ અંતમાં કહ્યુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ