બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Minister of State for Urban Development Vinod Mordiya orders all Municipal Commissioners to increase the prevalence of Gujarati mother tongue

સૌથી પહેલા માતૃભાષા / ગુજરાતી ભાષાનો વટ વધારવા મંત્રી એક્શનમાં, તમામ મનપાઓને જાણો શું આપ્યો આદેશ

Vishnu

Last Updated: 08:41 PM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની મહાનગર પાલિકાઓમાં રાજભાષા ગુજરાતીના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવા વહીવટી તંત્રને તાકીદ કરતાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડીયા

  • માતૃભાષાનો વ્યાપ વધારવા પ્રયાસ
  • રાજ્યકક્ષાના મંત્રીએ કરી છે હાકલ
  • રમત-ગમત વિભાગે કર્યો છે પરિપત્ર

રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકાઓમાં રાજભાષા ગુજરાતીનો બહોળો ઉપયોગ તેમજ તેને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજય મંત્રી વિનોદ મોરડીયા દ્વારા તમામ મહાનગરપાલિકાઓના કમિશનરને તાકીદ કરવામાં આવી છે.

મંત્રી મોરડીયાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં રાજભાષા ગુજરાતીના બહોળા ઉપયોગ તેમજ વધુને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગત તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ જરૂરી ઠરાવ-સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઠરાવમાં જણાવ્યા મુજબ વહીવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકાઓ અને તેના વિસ્તારમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ અન્ય ભાષાઓની સમકક્ષ અથવા અન્ય ભાષા કરતાં પ્રથમ નજરે સ્પષ્ટ રીતે દેખાઈ આવે તે રીતે થાય તે જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.  
     
શું કરાયો હતો પરિપત્ર
ગત 18 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગે એક ઠરાવ કર્યો હતો. જેમાં રાજ્યની જાહેર જગ્યાઓ પર ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત કરવાનું રહેશે. સરકારના આ ઠરાવનું સૌ પ્રથમ અમલીકરણ રાજ્યની 8 મહાનગર પાલિકાની કચેરીએ થશે.ત્યાર બાદ ધીમે ધીમે સરકારની તમામ કચેરીઓ તમામ બોર્ડ અને નિગમોમાં, હોટલ, સ્કુલ, મોટા મોલમાં પણ અમલ કરવામાં આવશે. તેમજ જાહેરમાં લગાવાતા બોર્ડમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતી ભાષા સામેના પડકારો ?

  • 01.સતત વધી રહેલુ અંગ્રેજીનુ ચલણ
  • 02.પ્રાઈવેટ શાળામાં અંગ્રેજીને અપાતુ વધુ પડતુ મહત્વ
  • 03.ગુજરાતી સાહિત્યકારોની શિથિ
  • 04.સમયાંતરે ડિક્ષનરીમાં નવા શબ્દોનુ ના ઉમેરાવુ

ગુજરાતી ભાષામાં માહિતી ક્યાં હોવી જરૂરી ? 
સરકારના તમામ વિભાગોમાં, તમામ બોર્ડ અને નિગમમાં, ખાનગી અને સરકારી કંપનીઓમાં, હોટલ, સ્કુલ, મોલ, હોસ્પિટલ, બેંક, વાંચનાલય, બાગ-બગીચા, હોટેલ, રેસ્ટોરન્ટ-કેફે, બેન્કવેટ હોલ, સિનેમાગૃહ, નાટ્યગૃહ, સુપર માર્કેટમાં 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ