બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / mini vacation city Dwarka ferry boat Bet Dwarka

ધસારો / નવા વર્ષ પહેલા દ્વારકાધીશના આશીર્વાદ લેવા ભક્તોનું ઘોડાપૂર, પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવા અપીલ

Kishor

Last Updated: 03:19 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીની વેકેશનને પગલે કળિયા ઠાકરની નગરી દ્વારકામાં માનવ સાગર ઉમટ્યો છે. બીજી બાજુ બેટ-દ્વારકા જાવા માટે ફેરી બોટ એક માત્ર રસ્તો હોવાથી યાત્રિકો ફેરી બોટ મારફતે બેટ-દ્વારકા જતા હોય છે.

  • બેટ-દ્વારકામાં પ્રવાસીનો ધસારો
  • ક્રિસમસ મીનિ વેકેસનને પગલે મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટ્યા
  • બોટમાં લાઈફ જેકેટના નિયમના ઉલ્લંઘનથી ચિંતા

ક્રિસમસ મીનિ વેકેસનને લઈને ગુજરાતના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. આ દિવસોમાં દેશ, વિદેશમાં ખ્યાતનામ દ્વારકા ખાતે પણ શ્રધ્ધાળુઓનો સાગર છલકાઈ રહ્યો છે. દેશના વિવિધ ભાગમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ બેટ દ્વારકા દર્શન કરવા આવી રહ્યા છે. ઓખા જેટીથી બોટ મારફતે પ્રવાસીઓ બેટ દ્વારકા જતા હોવાથી આ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને પણ સારી એવી આવક થઈ રહી છે. જોકે મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના બન્યા બાદ ઓખાથી બેટ દ્વારકા જતી બોટમાં કેપેસિટી અનુસાર પ્રવાસીઓને બેસાડવામાં આવે છે. નોંધનીય છે કે ઓખાથી બેટ દ્વારકા જતા પ્રવાસીઓએ લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત હોય છે. આમ છતાં મોટા ભાગના પ્રવાસીઓને લાઈફ જેકેટ પહેરવાનું ટાળે છે.


બેટ-દ્વારકામાં હાલ યાત્રિકોની ભારે ભીડ ઉમટી

યાત્રાધામ દ્વારકાના ટાપુ એવા બેટ-દ્વારકામાં હાલ યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે. બેટ-દ્વારકામાં યાત્રિકો ફેરી બોટ મારફતે દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છે. બેટ દ્વારકા જવા માટે ઓખા જેટીએ યાત્રિકો ફેરી બોટનો ઉપયોગ કરી રહ્યા છે.  પહેલા બોટોમાં કેપેસીટી કરતા વધારે પેસેન્જર બેસાડવા મામલે યાત્રિકોના જીવ જોખમાય તેવી સ્થિતી હતી. પરંતુ હાલ મોરબી પુલ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યુ અને GMB દ્વારા ફેરી બોટો વિરુદ્ધ કડક પગલા લઇ કેપેસીટી મુજબ પેસેન્જર બેસાડવાની સ્પષ્ટ સૂચના અપાયા બાદ હાલ યાત્રિકોને મર્યાદિત સંખ્યામાં બેસાડવામાં આવી રહ્યા છે.

લાઈફ જેકેટ પ્રત્યે યાત્રિકોમાં ઉદાસીનતા

બેટ-દ્વારકા જાવા માટે ફેરી બોટ એક માત્ર રસ્તો હોય દરિયાઈ માર્ગે અહીં ફેરી બોટ મારફતે યાત્રિકો બેટ દ્વારકા જતા હોય છે ત્યારે અહીં ફેરી બોટોમાં ફરજીયાત લાઈફ જેકેટ પણ બોટ માલિકોને પહેરાવાની સૂચના અપાઈ છે છતા યાત્રિકો આ મુદ્દે ઉદાસીનતા દાખવતા નજરે પડ્યા હતા. હાલ યાત્રિકોની ભારે ભીડ ઉમટતી હોય પોલીસ તંત્ર દ્વારા પણ અહીં યાત્રિકોની સુરક્ષાને લઇ ખડે પગે ફરજ બજાવવામાં આવી રહી છે.બેટ દ્વારકામાં યાત્રિકો ફેરી બોટ મારફતે દરિયાઈ માર્ગે પ્રવાસનો આનંદ માણતા હોય છે. જેને લઈને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના પરિવારનું પણ ગુજરાન ચાલી રહ્યું છે. બોટ સાથે પક્ષીઓ પણ પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. જેને લઈને યાત્રિકો બોટોમા નાચતા ઝૂમતા પ્રવાસને યાદગાર બનાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ