બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / MG Comet electric car which is only Rs. 7.98 lakhs

તમારા કામનું / એક દિવસનો ખર્ચો માંડ 17 રૂપિયા, 230 કિમીની રેન્જ... મિડલ ક્લાસ માટે પરફેક્ટ છે 8 લાખની ઈલેક્ટ્રિક કાર!

Kishor

Last Updated: 04:47 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમજી કોમેટ ઈલેક્ટ્રીક કાર જેની માત્ર રૂ. 7.98 લાખ છે અને તેને ચલાવવા માટે દર મહિને એક પિઝાની કિંમત કરતાં પણ ઓછો ખર્ચ આવે છે.

  • તમને પરવડતી કિંમતમાં પસંગ કરો ઇલેક્ટ્રિક કાર
  • ઇંધણના વિકલ્પો પસંદ કરવા સરકાર દ્વારા સબસિડી સહિતની પ્રોત્સાહક યોજનાઓ
  • બેસ્ટ કારની રાઈડનો આનંદ માણો તમારા બજેટમાં

વાહનોમાં પેટ્રોલ અને ડીઝલની પરંપરાગત નિર્ભરતા ઓછી કરવાની દિશામાં સરકાર ગતિથી કામ કરી રહી છે. જેના યશ પરિણામ સ્વરૂપે બજારમાં ઇલેક્ટ્રોનિક કારની મોટી માંગ જોવા મળી રહી છે અને આ માંગ દિવસેને દિવસે વધતી પણ જઈ રહી છે. બીજી બાજુ પેટ્રોલ ડીઝલની નિર્ભરતા ઓછી કરવાના વિચારને પ્રોત્સાહન આપવા અને અન્ય ઇંધણ વિકલ્પો પસંદ કરવા માટે લોકો પ્રેરાય તે માટે સરકાર દ્વારા સબસિડી સહિતની પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં લાવી રહી છે. હાલની સ્થિતિમાં બજારમાં ઇલેક્ટ્રોનિક કાર સેગમેન્ટમાં ઘણા વાહનો હાજર છે.

Mg Comet Ev Online Booking,ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક MG Comet EVનું  બુકિંગ શરૂ, પહેલા 5 હજાર ગ્રાહકોને મળશે વિશેષ લાભ - indias most cheapest mg  comet ev booking starts - Iam Gujarat

બેસ્ટ કારની રાઈડનો આનંદ માણો તમારા બજેટમાં

પરંતુ તેમાં મોટાભાગની કારની કિંમત ખૂબ ઊંચી છે જોકે એ પણ સત્યસનાતન છે કે ઘણા એવા મોડલ છે જે ખૂબ ઓછી કિંમતમાં તમને મળી શકે છે. એટલે કે તમને પરવડતી કિંમતમાં બેસ્ટ કારની રાઈડનો તમે આનંદ માણી શકો છો. આજે આવી જ ઇલેક્ટ્રોનિક કાર વિશે આ અહેવાલમાં વાત કરવાની છે જે રોજ 230 કિલોમીટર સુધીની સફળ ખેડી શકે છે. એવી મિની ઇલેક્ટ્રિક કાર જેને તમે માત્ર રૂ. 7.98 લાખની કિંમતે ખરીદી શકો છો અને તેને ચલાવવા માટે દર મહિને એક પિઝાની કિંમત કરતાં પણ ઓછો ખર્ચ આવે છે.


એમજી કોમેટ ઈલેક્ટ્રીક કાર

એમજી કોમેટ ઈલેક્ટ્રીક કાર જે બે દરવાજા અને ચાર સીટવાળીની ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. આ નાની ઇલેક્ટ્રિક કારને કંપની દ્વારા આ વર્ષે જ બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. જે અલગ-અલગ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.  MG comet paceની કિંમત 7.98 લાખ, MG comet play ની કિંમત 9.28 લાખ અને MG comet plush ની કિંમત 9.98 લાખ રૂપીય છે. કોમેટ ઇવીમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે. સ્ટિયરિંગ વ્હીલ પર કંટ્રોલ બટન પણ અપાયા છે.


કારમાં ડ્યુઅલ બેગ, abs રીયલ પાર્કિંગ સિસ્ટમ સહિતની સુવિધા

આ કારમાં 17.33kwh ની બેટરી આપવામાં આવી છે જે ઇલેક્ટ્રીક મોટર 41 bhp ના પાવર અને 110 nm ના ટોર્ચ જનરેટ કરે છે. આ કાર સિંગલ ચાર્જમાં 230 કિલોમીટર સુધી સફર ખેડી શકે છે. કારની સાથે કંપની દ્વારા એક પોર્ટેબલ ચાર્જર પણ આપવામાં આવે છે. 3.3kwમાં ચાર્જરમાં સાત કલાક સુધી ચાર્જ કરી શકો છો અને પાંચ કલાકમાં બેટરી લગભગ 80% ચાર્જ થઈ શકે છે. કારમાં ડ્યુઅલ બેગ, abs રીયલ પાર્કિંગ સેન્સર, સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ સિસ્ટમ, મોનિટરિંગ સિસ્ટમ, કેમેરા સ્પીડ રેસિંગ ડોર સહિતના ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કારમાં 55 થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ, વાયરલેસ એન્ડ્રોઈડ અને એપલ કાર પ્લે, ફ્લોટિંગ ટ્વીન ડિસ્પ્લે, 100 થી વધુ વોઈસ કમાન્ડ અને ડિજિટલ કી પણ આપવામા આવે છે. વધુમાં કંપનીને કાર ઉપરાંત ડિજિટલ કી સાથે પણ તેને ઓપરેટ કરી શકાય છે.

કંપની દ્વારા એવો પણ દાવો કરવામાં આવે છે કે તેને આખા મહિના દરમિયાન ચાર્જ કરવા માટે લગભગ 519 રૂપિયા જ ખર્ચ થઈ શકે છે. આ હિસાબથી વાત કરવામાં આવે તો કારને ચાર્જ કરવા માટે દિવસના 17 રૂપિયા જેટલો ખર્ચ આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ