બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorological department forecast light rain amid cloudy weather in Ahmedabad on October 14 and 15

આગાહી / IND vs PAK ક્રિકેટ મેચમાં મેઘરાજા બનશે વિલન, શું વરસાદમાં ધોવાઈ જશે ભારત-પાકિસ્તાનની મેચ? જુઓ આગાહી

Malay

Last Updated: 10:08 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast in Ahmedabad: અમદાવાદમાં 14 અને 15 ઓક્ટોબરે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી, ક્રિકેટ પ્રેમીઓનો ચિંતામાં મુકાયા.

  • ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર વરસાદનું વિઘ્ન
  • 14, 15 ઓક્ટોબરે અમદાવાદમાં વરસાદની આગાહી
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની સંભાવના

Rain Forecast in Ahmedabad: ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો મહાજંગ આગામી 14 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખેલાશે. આ મેચને લઇને ક્રિકેટરસિકોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત સહિત વિશ્વભરના લોકોની નજર આ મેચ પર છે. અમદાવાદમાં ચોરેચૌટે ક્રિકેટના પરંપરાગત કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ લડતમાં કોણ જીતશે તેની રસપ્રદ ચર્ચાઓ સતત ચાલી રહી છે. આ વચ્ચે ક્રિકેટપ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે. અમદાવાદમાં 14 અને 15મી ઓક્ટોબરે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ: બોલિવૂડ સિતારાઓ આપશે  પરફોર્મન્સ, આજે બે ટીમ પહોંચશે અમદાવાદ | at Narendra Modi Stadium:  Bollywood stars to give ...

14 અને 15 ઓક્ટોબરે હળવા વરસાદની શક્યતા
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતા પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે. 

અમદાવાદ સહિત 5 શહેરોમાં કાળઝાળ ગરમી.! ભારે વરસાદના એંધાણ ગાયબ, જાણો હવામાન  વિભાગની આગાહી | Black heat in 5 cities including Ahmedabad
મનોરમા મોહંતી (હવામાન વિભાગના ડાયરેક્ટર)

કેટલાક વિસ્તારોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. 14, 15 અને 16 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.  

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી 
ગુજરાતમાં તહેવારોની મોસમ આવી છે. ત્યારે એકસાથે ઠંડી-ગરમી, વરસાદ અને વાવાઝોડું બધુ જ જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વરસાદની આગાહી કરવામાં આવતા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનશે. 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપ આવતા કરા સાથે વરસાદ થવાની શક્યતા છે.

મેચમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતાઃ અંબાલાલ પટેલ
તેમના જણાવ્યા અનુસાર, વરસાદ થતાં દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. ભારે પવનના કારણે વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન મેચમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે. 14 ઓક્ટોબરે પણ વાતાવરણમાં પલટા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે.

'બંગાળના ઉપસાગરમાં સર્જાઈ શકે છે ચક્રવાત' 
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 22થી 26 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિવાદ લઈ લીધી છે. ચોમાસાની વિદાય છતાં નવરાત્રીમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબરની વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈને ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ