બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meghraja will lash Gujarat for 6 days, heavy to heavy rain forecast: Ambalal Patel

ચોમાસું અપડેટ / 6 દિવસ ગુજરાતમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, ભારેથી અતિભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ

Priyakant

Last Updated: 02:41 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Monsoon Update News: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ તારીખથી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

  • ગુજરાતમાં ચોમાસાને લઈ સારા સમાચાર, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 
  • આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ થશે સક્રિય
  • તારીખ 25 જૂનથી ગુજરાતના વધુ વિસ્તારોને ચોમાસુ આવકારી લેશે

ગુજરાતમાં ચોમાસાને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. આ સાથે આગાહી કરી છે કે, 25 જૂનથી ગુજરાતના વધુ વિસ્તારોને ચોમાસુ આવરી લેશે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 27 જૂનથી 2 જૂલાઈ સુધી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે કહ્યું કે, ઉદયપુર તેમજ રાજસ્થાનમાં વરસાદ તથા સાબરકાંઠામાં વરસાદ થતા સાબરમતી નદીમાં નવા નીર આવશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદના કારણે મધ્યપ્રદેશમાં પૂર આવી શકે છે. 

શું કહ્યું અંબાલાલ પટેલે ? 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઈ મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે,  આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. નર્મદા નદીના વિસ્તારમાં વરસાદના કારણે નર્મદા બે કાંઠે થઈ શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતમા તાપી નદીમાં જળસ્તર વધી શકે તેવી આગાહી પણ અંબાલાલે વ્યક્ત કરી છે. 

મુંબઈમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતની સાથે-સાથે મહારાષ્ટ્રમાં વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, મુંબઈ-મહારાષ્ટ્રના ભાગોમાં વિદર્ભ મરાઠાવાડ વગેરે ભાગોમાં વરસાદ થઈ શકે છે. આ સાથે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે. વરસાદથી પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ શકે છે. 

સ્કાયમેટે શું કરી છે આગાહી ? 
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ચોમાસાને લઈ અનુમાન કર્યું છે. સ્કાયમેટે કહ્યું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં જૂનના અંત અને જૂલાઈની શરૂઆતમાં ચોમાસું પહોંચશે. આ સાથે પશ્ચિમી રાજસ્થાન, સૌરાષ્ટ્ર-કચ્છને વરસાદ માટે થોડી રાહ જોવી પડશે તેવું પણ ઉમેર્યું હતું. આજથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, પંચમહાલ, ડાંગમાં સારો વરસાદ રહેશે. આ સાથે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં હળવો વરસાદ રહેશે.

ક્યાં કેટલો વરસાદ ? 
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાત 111 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ગોધરામાં 4 ઈંચ, માતરમાં 4 ઈંચ, લોધિકામાં 3.5 ઈંચ, આણંદમાં પોણા 3.5, દેસરમાં 3 ઈંચ, પેટલાદ અને ઉમરેઠમાં 2.5 ઈંચ ખાબક્યો છે. જ્યારે હાલોલ અને નડિયાદમાં સવા 2 ઈંચ, જેસર, કાલોલમાં પણ સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ સોજીત્રામાં 2 ઈંચ, ઉમરગામ અને ઠાસરમાં 2-2 ઈંચ, સાવલીમાં પોણા 2 ઈંચ, મહેમદાવાદમાં પોણા 2 ઈંચ, તારાપુરમાં પોણા 2 ઈંચ, મહુવામાં અને ઘોઘંબામાં પણ પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. 

આજે નર્મદા, ભરૂચ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડામાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત મહીસાગર, પંચમહાલ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ