બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Meera Chopra said that her cousins priyanka parineeti never supported her in the industry

બોલિવૂડ ગપશપ / હું ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે કોઈએ મને...: પ્રિયંકા અને પરિણીતી ચોપડાની બહેને કર્યો મોટો ખુલાસો, કહ્યું કોઈ પ્રકારની મદદ નહોતી કરી

Vaidehi

Last Updated: 07:33 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીરા ચોપડાએ પોતાની કઝિન પ્રિયંકા ચોપડા અને પરિણીતિ ચોપડાની સાથે પોતાના સંબંધ અંગે અનેક ખુલાસાઓ કર્યાં. કહ્યું કે બંનેમાંથી કોઈએ બોલિવૂડમાં સપોર્ટ ન કર્યો.

  • પ્રિયંકા-પરિણીતિની બહેન મીરા ચોપડાએ કર્યાં ખુલાસા
  • ઈંટરવ્યૂમાં કહ્યું ઈંડસ્ટ્રીમાં બંનેએ મને સપોર્ટ નથી કર્યો
  • તેની પરિવાર સાથે પણ વાતચીત નથી થતી

બોલિવૂડ ઈંડસ્ટ્રીમાં પ્રિયંકા ચોપડા અને પરિણીતિ ચોપડાની બોન્ડિંગ વિશે તો સૌકોઈ ચર્ચા કરતાં હોય છે. પરિવારનાં દરેક ખાસ પ્રસંગે બંને સાથે જોવા મળે છે. તેમની કઝિન મન્નાર ચોપડા બિગ બોસ 17માં આવ્યાં બાદથી પોપ્યુલર થઈ છે. તેમની વધુ એક કઝિન છે મીરા ચોપડા. લેટેસ્ટ ઈંટરવ્યૂમાં મીરાએ ખુલાસો કર્યો છે કે જ્યારે તે બોલીવુડમાં આવી હતી ત્યારે પ્રિયંકા કે પરિણીતિની તરફથી તેને કોઈ સપોર્ટ નહોતો મળ્યો. તેણે એ પણ જણાવ્યું કે બંનેની સાથે તેનો બહેન જેવો સંબંધ છે જ નહીં.

કઝિન જેવો વ્યવહાર જ નહીં
મીરાએ સિદ્ધાર્થ કનન સાથેની વાતચીતમાં પ્રિયંકા અને પરિણીતિની સાથેનાં પોતાના સંબંધ પર વાત કરતાં કહ્યું કે શરૂઆતથી જ અમે ઘણાં ક્લોઝ નહોતા કે જેનાથી લાગે કે અમે મિત્રો જેવા છીએ. હું એવું કહી શકુ કે જ્યારે 3-4 છોકરીઓ ઈંડસ્ટ્રીમાં આવે છે તો તે એકબીજાને મદદ કરે છે. મારી સાથે એવું ન થયું. મેં ક્યારેય મદદ માંગી નહીં અને તેમણે ક્યારેય મદદ કરી નહી. હું એવા લોકોમાંથી નથી કે જે મદદ માંગે. જો કે એમણે ક્યારે મદદ ઓફર પણ નથી કરી.

પરિણીતિનાં પરિવાર સાથે નથી થતી વાતચીત
મીરાએ જણાવ્યું કે," જ્યારે તે નાની હતી ત્યારે તેણે પ્રિયંકા અને પરિણીતિની સાથે ઘણો સમય વિતાવ્યો હતો પણ હવે બધું જ બદલાઈ ગયું છે. પરિણીતિનાં પરિવારની સાથે તેના પરિવારની ઘણાં સમયથી કોઈ વાતચીત નથી થતી." મીરાએ કહ્યું કે," જ્યારે પરિવાર વાત નથી કરતાં તો હું એ લાઈનને પાર કરવા નથી ઈચ્છતી જેનાથી મારા પરિવારને દુખ થાય. પરિણીતિની સાથે ક્યારે ફેમિલીવાળી વાત નથી થઈ. પ્રિયંકાની ફેમિલી સાથે હું આજે પણ ઘણી ક્લોઝ છું. પ્રિયંકા ઘણી સારી વ્યક્તિ છે પણ એક જે બહેનવાળી વાત હોયને એ મિસિંગ છે. અને તે મારી તરફથી મિસિંગ નથઈ..આ બંને તરફથી થાય છે."

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Meera Chopra Priyanka chopra પરિણીતિ ચોપડા પ્રિયંકા ચોપડા બોલિવૂડ મીરા ચોપડા Meera Chopra about priyanka and parineeti
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ