બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Match started between India and Pakistan at Narendra Modi Stadium in Ahmedabad

હાઈવોલ્ટેજ મુકાબલો / ડ્રોનથી સર્વેલન્સ, VVIPની એન્ટ્રી, હમશકલોને જોવા પડાપડી..., પગ મૂકવાની પણ જગ્યા નહીં, જુઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કેવો માહોલ

Malay

Last Updated: 02:01 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

INDvsPAK Match: ભારત પાકિસ્તાન મેચનો હાઈવોલ્ટેજ મુકાબલો, VVIP લોકોના એન્ટ્રીગેટ પર સઘન તપાસ, ડ્રોન દ્વારા સતત કરાઈ રહ્યું છે સર્વેલન્સ

  • ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહામુકાબલો 
  • દિવાળી પહેલા અમદાવાદમાં દિવાળી જેવો માહોલ
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું

INDvsPAK Match: અમદાવાદમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો મહાજંગ શરૂ થઈ ગયો છે. ત્યારે અમદાવાદ આખું આજે ક્રિકેટના રંગે રંગાયું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર અને અંદર જબરદસ્ત માહોલ જામ્યો છે. સ્ટેડિયમ બહાર ક્રિકેટરસિકોના ટોળેટોળાં ઊમટી પડ્યાં છે. ‘ઈન્ડિયા... ઇન્ડિયા...’ના નારા લગાવી લોકો ભારતની ટીમને સપોર્ટ કરી રહ્યા છે. બીજી બાજુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આખું પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સ્ટેડિયમના તમામ એન્ટ્રીગેટ પર સઘન તપાસ કરવામાં આવી રહી છે. જેમાં સૌથી વધારે VVIP લોકોના એન્ટ્રીગેટ પર સઘન તપાસ કરવામાં આવી રહી છે. થ્રી લેયર ચેકિંગ બાદ બેગનું સ્ક્રેનિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.  

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રચાશે વિશ્વવિક્રમ 
ભારત-પાકિસ્તાનની મેચને લઈને પૂર્વ ક્રિકેટરો, અભિનેતાઓ, સંગીતકારો પણ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. સિંગર નેહા કક્કડ, દર્શન ઠાકર સ્ટેડિયમમાં પહોંચ્યા છે. જ્યારે અભિનેતા મનોજ જોષી પણ મેચ નિહાળવા માટે સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વવિક્રમ રચાશે. સ્ટેડિયમમાં 1.32 લાખ પ્રેક્ષકોને પ્લે કાર્ડ આપવામાં આવશે. ગુલાબી રંગના પ્લે કાર્ડ આપીને રેકોર્ડ બનાવાશે.

અફવાઓ પર દર્શકો ધ્યાન ન આપોઃ DCP કોમલ વ્યાસ
મેચને લઈને અમદાવાદ પોલીસ દ્વારા લોકોને કરાઇ અપીલ કરવામાં આવી છે. DCP કંટ્રોલ કોમલ વ્યાસે વીડિયો શેર કરીને અપીલ કરી છે. તેઓએ જણાવ્યું કે, દર્શકો આજે મેચનો આનંદ માણે, પોલીસ તમામ પ્રકારે સુરક્ષા માટે તૈનાત છે. કોઇ પણ પ્રકારની અફવાઓ પર દર્શકો ધ્યાન ન આપો. આજે મેચ છે ત્યારે શહેરીજનો મેચનો આનંદ માણે.

અમિતાભ બચ્ચનના હમશકલ પહોંચ્યા સ્ટેડિયમમાં
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ જોવા માટે અમિતાભ બચ્ચનના હમશકલ ભાવનગરના પિનાકિન ગોહિલ પણ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. અમિતાભ બચ્ચનને મળ્યા બાદ સ્ટેડિયમ ખાતે પહોંચશે. આ ઉપરાંત વિરાટ કોહલીના હમશકલ પણ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ