બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / mars transit after 12 days in leo on 1th july taurus and 3 zodiac signs

જ્યોતિષ / 12 દિવસ બાદ મંગળ ગ્રહ સિંહ રાશિમાં ગોચર થશે, 3 રાશિઓને મળશે અપાર સફળતા- ચમકી ઉઠશે ભાગ્ય

Bijal Vyas

Last Updated: 03:37 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 1લી જુલાઈ 2023 ના રોજ કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ખૂબ જ સારા પરિણામ લાવશે.

  • રાશિમાં મંગળ 1 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી રહેશે
  • આ ગોચરથી 3 રાશિના જાતકોને થશે લાભ 
  • લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે, અને તમારા પ્રયત્નો સફળ થશે

Mangal Grah Gochar: વૈદિક જ્યોતિષમાં મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળ ગ્રહ રક્તનો કારક છે અને આ સાહસ અને પરાક્રમને પ્રદર્શિત કરે છે. આ વર્ષે 2023માં 1 જુલાઈના રોજ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં મંગળ 1 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી રહેશે. સિંહ રાશિ સૂર્યની માનવામાં આવે છે. જ્યારે મંગળ સૂર્યની રાશિમાં પ્રવેશ કરશે, તો એનો પ્રભાવ અલગ અલગ રાશિઓ પર જોવા મળશે, પરંતુ કેટલીક રાશિઓ એવી પણ છે, જેને મંગળના આ ગોચરથી ઘણો ફાયદો થશે. તો આવો જાણીએ કે, જ્યોતિષ અનુસાર, તે કઈ ત્રણ રાશિ છે.

Tag | VTV Gujarati

1. વૃષભ રાશિ 
મંગળ ગ્રહના આ ગોચરથી વૃષભ રાશિના જાતકોને લાભ મળવાનો છે. સિંહ રાશિમાં મંગળનું આ ગોચર વૃષભ રાશિના લોકો માટે સૌભાગ્ય લાવશે. આ રાશિમાં મંગળ કુંડળીના ચોથા ભાવમાં રહેશે. આ સમય દરમિયાન તમે કોઈપણ ઈચ્છિત વાહન ખરીદી શકો છો. તમે તમારા આરામમાં વધારો અનુભવશો. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આ દરમિયાન તમને તમારી માતાનો સંપૂર્ણ સહયોગ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અણધાર્યા નાણાંકીય લાભ થઈ શકે છે.

2. સિંહ રાશિ 
સિંહ રાશિના લોકો માટે મંગળનું આ ગોચર શુભ રહેશે. આ રાશિમાં ચોથા અને નવમા ઘરનો સ્વામી મંગળ છે. મંગળના આ ગોચર દરમિયાન તમે ઉર્જાવાન અને સ્વસ્થ અનુભવ કરશો કે તમે તમારા હાથમાં જે પણ કામ લેશો તે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. ભાગ્ય તમારો સાથ આપશે ચોથા ભાવમાં મંગળની દૃષ્ટિને કારણે સિંહ રાશિના જાતકોને જમીન, વાહન અને પૈસાની બાબતમાં લાભ થશે. અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે.

મિથુન રાશિમાં મંગળનું થવા થઈ રહ્યું છે ગોચર, આ 4 રાશિનું ઉઘડી જશે નસીબ, થશે  લાભ જ લાભ/ Mars is transiting in Gemini, the luck of these 4 signs will  unfold there

3. ધન રાશિ 
ધન રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર અનુકુળ થવા જઇ રહ્યુ છે. મંગળ ધન રાશિના નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જે ભાગ્ય અને આધ્યાત્મિકતા માટે અનુકૂળ છે. આ દરમિયાન તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે, અને તમારા પ્રયત્નો સફળ થશે. તેની સાથે પરિવારમાં કોઈ સાંસ્કૃતિક કે શુભ કાર્યક્રમ પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જવાના સપના જોતા હોય છે, તેથી આ સમય તેમના માટે અનુકૂળ છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ