બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / many killed and injured as two buses collide on highway in tamil nadu

BIG BREAKING / તમિલનાડુમાં ભયંકર માર્ગ અકસ્માત: બે બસો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા 5ના મોત, 50થી વધુ ઇજાગ્રસ્ત

Dinesh

Last Updated: 02:27 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tamil Nadu accident news : ચેન્નાઈ-બેંગ્લોર નેશનલ હાઈવે પર સરકારી બસ અને અન્ય બસ ધડાકાભેર અથડાઈ હતી. જે ગંભીર અકસ્માતના પગલે પાંચ લોકોના મોત થયા છે જ્યારે 50થી વધુ ઈજાગ્રસ્ત થયા છે.

  • તમિલનાડુમાં ગંભીર રોડ અકસ્માત
  • બે બસ ચેન્નાઈ-બેંગ્લોર નેશનલ હાઈવે પર અથડાઈ
  • અકસ્માતમાં 5 લોકોના મોત, 50થી વધુ ઘાયલ


Tamil Nadu accident news: તમિલનાડુમાં મોટી દુર્ઘટનાની જાણકારી સામે આવી છે. બે બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. પાપ્ત માહિતી મુજબ આ રોડ અકસ્માતમાં 5 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તિરુપત્તુર જિલ્લાની વાનીયમબાડી સરકારી હોસ્પિટલમાં અને વેલ્લોરની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

ચેન્નાઈ-બેંગ્લોર નેશનલ હાઈવે વચ્ચે અકસ્માત
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે વહેલી સવારે ચેન્નાઈ-બેંગ્લોર નેશનલ હાઈવે પર સરકારી બસ અને અન્ય બસ ધડાકાભેર અથડાઈ હતી. જે ગંભીર અકસ્માતના પગલે પાંચ લોકોના મોત થયા છે જ્યારે 50થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર બંને બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ભાગીને ભૂકા થઈ ગયા છે. પોલીસે ઘટનાસ્થળે દસ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. 

 

પોલીસે મૃતકોની ઓળખ કરી 
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 32 વર્ષીય રિતિકા, વાનિયમબાડીના 37 મોહમ્મદ ફિરોઝ, SETC બસ ડ્રાઈવર કે. ઈલુમલાઈ અને ચિત્તૂરના બી અજીથનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ઓમ્નિબસ ડ્રાઈવર એન સૈયદનું પાછળથી મૃત્યુ થયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ અકસ્માત સવારે 4 વાગ્યાની આસપાસ થયો હતો. સરકારી બસ અને ઓમ્નિબસની ટક્કરથી લોકોના મોત થયા હતા. 
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ