બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Major tragedy in Jamnagar More than 10 people buried after 3 storied building collapses

અપડેટ / જામનગરમાં મોટી દુર્ઘટના: 3 માળનું મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 3ના મોત, 5 હોસ્પિટલમાં દાખલ, MP-MLA ઘટનાસ્થળે

Kishor

Last Updated: 08:43 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરની ન્યુ સાધના કોલોનીમા M 75 પાછલ ત્રણ માળનું બિલ્ડીંગ ધારાશાયી થતા ૩ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકો દબાયાની આશંકા સેવાઈ રહી છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે.

  • જામનગરમાં 3 માળનું મકાન ધરાશાયી
  • સાધના કોલોનીમાં 3 માળનું મકાન ધરાશાયી
  • ઘટનામાં 10થી વધુ લોકો દટાયા 

જામનગરમાં મકાન ધરાસાયી થયાની મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં ન્યુ સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનું મકાન એકાએક જમીનદોસ્ત થયું હતું. આ દુર્ઘટનાને પગલે વિસ્તારવાસીઓમાં ઉહાપોહની સાંથે સાથે અફરાતફરી મચી જવા પામી હતી. બીજી બાજુ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ 108ની ટીમ તથા જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ અને સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં કાટમાળ હટાવવા સહિતની કામગીરી હાથ ધરી છે.આ ઘટનામાં ત્રણ લોકના સારવાર દરમિયાન મોત થયાનું સામે આવ્યું છે.આ દુર્ઘટનામાં જયપાલ સાદીયા, મિતલ સાદીયા અને શિવા નામના બાળક સહિત ત્રણ કામભાગીઓના હોસ્પિટલ બિછાને મોત નિપજયા છે.

 

ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
મકાન પડવાની આ ઘટનાને લઈને કાટમાળમાં 10 લોકો દટાયા હોવાની સ્થાનિકોમાં ચર્ચા જાગી રહી છે.  હાલ રાજુ ઘેલા સાદીયા (ઉ.વ.55), જયાબેન રાજુભાઈ (ઉ.વ.50), જયપાલ રાજુભાઈ સાદીયા (ઉ.વ.30) તથા એક 7 વર્ષના બાળકનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, જેને સારવાર  અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકઠા થયા છે. બીજી બાજુ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ મ્યુની. કમિશ્નર મોદી, જામનગર 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, કેતન નાખવા, કિશન માડમ ઉપરાંત વિપક્ષના નેતા ધવલ નંદા સહિતના આગેવાનો પણ દોડી ગયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ