બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / સુરત / Major action of GST department on 66 companies of Gujarat including Ahmedabad, raids on 6 groups of Surat

ખેર નથી / અમદાવાદ સહિત ગુજરાતની 66 કંપનીઓ પર GST વિભાગની મોટી કાર્યવાહી, સુરતના 6 ગ્રુપ પર દરોડા

Mehul

Last Updated: 10:44 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના  ફર્નિચર વેપારીઓ પર દરોડા GSTના દરોડા પડતા કરચોરોમાં ફફડાટ. GST વિભાગે 6 ફર્નિચર ગ્રૂપ પર દરોડાની કામગીરી આરંભી છે.અને ઓફીસ, ગોડાઉન, ફેકટરી સહિત 33 સ્થળોએ વીજળીક તપાસ

  • રાજ્યના સ્ટેટ GST વિભાગનો મોટો સપાટો 
  • વિભાગની કાર્યવાહીથી કરચોરોમાં ભારે ફફડાટ 
  • સુરતમાં મોટા ફર્નીચર શો-રૂમ GSTની અડફેટે 

રાજ્યના સ્ટેટ GST વિભાગે કરચોરો સામે કરડાકી ભરી નજર નાખતા વ્યાપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરતના  ફર્નિચર વેપારીઓ પર દરોડા GSTના દરોડા પડતા કરચોરોમાં મોટા પાયે ફફડાટ વ્યાપ્યો છે. GST વિભાગે 6 ફર્નિચર ગ્રૂપ પર દરોડાની કામગીરી આરંભી છે. અને ઓફીસ, ગોડાઉન, ફેકટરી સહિત 33 સ્થળોએ વીજળીક તપાસ આરંભી દીધી છે. સુરત શહેરના નામચીન ફર્નીચર શો-રૂમ્સ જેમાં આદિનાથ ફર્નિચર, અલ્ટ્રાવિસ્ટા ટ્રેડર્સ, દક્ષેશ ફર્નિચર, લાઈફ સ્ટાઇલ ફર્નિચર, ઉપરાંત ફર્નિચર કોન્સેપ્ટ, RMR ફર્નિચરની પેઢીઓનો  સમાવેશ થાય છે. વિભાગે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર સહિતના ડીવાઈસ જપ્ત કરી બધું ખંગાળવાની પ્રક્રિયા હાથ ધરી છે. 

20 કરોડનું ખોટું રિફંડ સ્ટેટ GSTએ ઝડપી પાડ્યું

બીજી તરફ આ જ વિભાગે ખોટી વેરા શાખ મેળવી નિકાસ દર્શાવી રિફંડ મેળવવાના ષડયંત્રનો પર્દાફાશકરતા,અંદાજે 20 કરોડનું ખોટું રિફંડ સ્ટેટ GSTએ ઝડપી પાડ્યું છે.જેમાં ગુજરાત અને અન્ય રાજ્યની 66 કંપનીઓ GST ચોરીમાં સામેલ છે.  વિભાગે 13 મોબાઈલ, 21 સિમકાર્ડ, 2 લેપટોપ, હાર્ડડિસ્ક સહિત મુદ્દામાલ કબજે લીધા છે. આ ઉપરાંત 142 રબ્બર સ્ટેમ્પ, 30 ચેકબુક-પાસબુક, પાસબુક-પાનકાર્ડ અને 16 ઓફિસની ચાવી જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ કંપનીઓ ઓછી કિંમતના કપડાં અને જવેલરીનો દુબઈમાં નિકાસ દર્શાવતી હતી. અમદાવાદની 9 કંપનીઓ આ ટેક્સ ચોરીમાં સામેલ હોવાનું ખુલ્યું છે. સ્ટેટ GST વિભાગે કૌભાંડના માસ્ટર માઈન્ડને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ