બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Major accident on Kalavd-Jamnagar highway: Three die on the spot

BIG BREAKING / કાલાવડ-જામનગર હાઇવે પર મોટો અકસ્માત: ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત, 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Malay

Last Updated: 08:14 AM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar Accident News: કાલાવડ જામનગર હાઇવે પર મોટી માટલી ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, 2 ઈજાગ્રસ્તોને જી.જી હોસ્પિટલ ખાતે ખસેડાયા.

  • કાલાવડ-જામનગર હાઇવે પર અકસ્માત
  • મોટી માટલી ગામ પાસે કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત
  • 3 લોકોના ઘટના સ્થળે મોત અને 2 ગંભીર રીતે ઘાયલ 

Jamnagar Accident News: રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ જામનગર પાસે બનતા ચકચાર મચી જવા પામી છે. કાલાવડ-જામનગર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત
મળતી માહિતી અનુસાર, કાલાવડ-જામનગર હાઇવે પર મોટી માટલી ગામ પાસે ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તો અકસ્માતની જાણ થતાં જ મોટી માટલી ગામના સરપંચ સહિત ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. 

3 લોકોના ઘટના સ્થળે જ મોત 
સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 2 લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. 

2 ઈજાગ્રસ્તોને જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયા
કાલાવડ-જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનામાં 2 મહિલા અને 1 પુરુષનું મૃત્યુ થયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મુસ્લિમ પરિવાર જામનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઇજાગ્રસ્તોની સારવાર માટે જી.જી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ