બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / mahindra thar electric thar e concept revealed with 5 door born electric suv

ગજબ! / આવી દેખાય છે મહિન્દ્રાની નવી ઈલેક્ટ્રિક થાર: Thar.E નું કોન્સેપ્ટ મોડલ લૉન્ચ, જુઓ કેવા મળશે ફીચર્સ

Arohi

Last Updated: 03:18 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahindra Thar Electric: કંપનીએ પોતાની ચાર અપકમિંગ ઈલેક્ટ્રિક એસયુવી- XUV.e8, XUV.e9, BE.05 અને BE.07ના લોન્ચ ટાઈમલાઈનનો પણ ખુલાસો કરી દીધો છે. સૌથી પહેલા  XUV.e8 આવશે.

  • મહિન્દ્રાએ લોન્ચ કરી નવી ઈલેક્ટ્રિક કાર 
  • આવી ગઈ મહિન્દ્રાની નવી ઈલેક્ટ્રિક થાર
  • જાણો શું છે ફિચર્સમાં ખાસ 

દિગ્ગજ કાર નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દક્ષિણ આફ્રીકામાં પોતાના ભવ્ય #ફ્યુચરસ્કેપ શોકેસમાં મહત્વપૂર્ણ ખુલાસાની સાથે હેડલાઈન્સમાં રહી. આ ઈવેન્ટમાં કટિંગ એજ ટ્રેક્ટર રેન્જને અનવીલ કરવામાં આવ્યું, સાથે જ સ્કોર્પિયો એન એસયુવી પર આધારિત ગ્લોબલ પિક અપનું રાઝ ખુલ્યું. તેના ઉપરાંત કંપનીએ 5-ડોર થાર. ઈ કોન્સેપ્ટને પણ રજુ કરી છે. મહિન્દ્રાની કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક થાર NGLO-P1 પ્લેટફોર્મ પર બેસ્ડ છે. 

 

આવી દેખાય છે મહિન્દ્રાની નવી ઈલેક્ટ્રિક થાર
Thar.E લાઈટવેટ બોડી કંસ્ટ્રક્શન અને એક્સપેન્ડેડ બેટરી ક્ષમતા માટે તૈયાર કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક એસયુવી કેન્સેપ્ટમાં 2776 મિમીથી 2976 મિમી સુધીનું વ્હીલબેસ છે જે ઓછી ઓવરહેંગ સાથે છે. કંપનીએ આ એસયુવીના ટાયર વ્યાસ અને ગ્રાઉન્ડ ક્લીયરન્સને વધારીને 300 MM કરી દીધા છે.

મહિન્દ્રા દાવો કરે છે કે 5-ડોર થાર.ઈમાં જબરદસ્ત ઓફ રોડિંગ કેપેસિટી હશે. એપ્રોચ એન્ગલ, ડિપાર્ચર એન્ગલ, રેમ્પ-ઓવર એન્ગલ અને વોટર વેડિંગ કેપેસિટી  જેવા મામલામાં પોતાના કોમ્પીટીટર્સથી સારૂ પ્રદર્શન કરશે. 5-ડોર થાર.ઈ કોન્સેપ્ટની ડિઝાઈન અને સ્ટાઈલ હાલની થાર કરતા અલગ છે. 

Thar.E કોન્સેપ્ટ ડિઝાઈન 
તેના ડિઝાઈન એલિમેન્ટ્સની વાત કરવામાં આવે તો રેટ્રો-સ્ટાઈલ વાળા સ્ટાંસની સાથે ફ્રંટ, એક ગ્રિલ, હમરની જેમ નવી ડિઝાઈન ફ્રંટ બમ્પર અને એક નાની વિંડશીલ્ડ આપવામાં આવી છે. આ ઓફરોડ કોન્સેપ્ટ એસયુવીમાં બે એલઈડી ડીઆરએલ સિગ્નેચર્સ, એક ફ્લેટ રૂફ અને સાઈડ પ્રોફાઈલ છે જે તેના વિશાળ પૈડા અને ઓફ-રોડ ટાયરોને વધારે સુંદર બનાવે છે. પાછળની તરફ એલઈડી ટેલલેમ્પ્સ, એક બ્લેક-આઉટ પ્રોફાઈલ અને રિયર ટેલગેટ ઈન્ટીગ્રેટેડ સ્પેયર વ્હીલ આપવામાં આવ્યું છે. 

5 ડોરની મહિન્દ્રા થાર 
ખાસ કરીને 3-ડોર અને 5-ડોર વાળી બન્ને મહિન્દ્રા થાર ઈલેક્ટ્રિક મોડલ એક સામાન્ય રિયર પાવરટ્રેન અને બેટરી કોન્ફિગરેશન શેર કરે છે. મહિન્દ્રા ચીનની દિગ્ગજ કાર નિર્માતા કંપની બીવાઈડીથી બ્લેડ અને પ્રેજમેટિક સેલ લેશે. તેના ઈલેક્ટ્રિક થારના 4WD સિસ્ટમની સાથે આવવાની આશા છે. જેમાં દરેક એક્સલ પર ડુઅલ મોટર લગેવી હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ