બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / Mahindra official statement over the kanpur scorpio airbag case says it was a rollover accident

વિવાદ / એક્સિડેન્ટમાં ડૉક્ટરનું મોત અને આનંદ મહિન્દ્રા પર FIR! હવે કંપનીએ બતાવ્યું કેમ નહોતા ખૂલ્યા Scorpio ના એરબેગ

Vaidehi

Last Updated: 06:01 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનપુરમાં એક વ્યક્તિએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં ચેરમેન આનંદ મહિન્દ્રા સહિત 13 લોકો પર સ્કૉર્પિયોમાં એરબેગ ન ખુલ્યાનો આરોપ લગાડતી FIR કરી હતી જેનો કંપનીએ જવાબ આપ્યો છે.

  • 2022માં પીડિતનાં પુત્રનું રોડ એક્સિડેન્ટમાં થયું હતું મોત
  • પીડિત રાજેશે આનંદ મહિન્દ્રા સહિત 13 લોકો પર કર્યો કેસ
  • કહ્યું ગાડીમાં એરબેગ અકસ્માત સમયે ખુલતી નથી
  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આપ્યો આ મુદે જવાબ

ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં થોડા દિવસો પહેલાં એક વ્યક્તિએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રા સહિત 13 લોકોની સામે FIR કરી હતી. એ વ્યક્તિએ કહ્યું કે તેણે પોતાના દીકરાને MAHINDRA SCORPIO ગિફ્ટ કરી હતી અને જાન્યુઆરી 2022માં રોડ એક્સિડેન્ટમાં તેના દીકરાનું મોત થઈ ગયું. આ મામલામાં તેણે આનંદ મહિન્દ્રાની કંપનીનાં 12 અન્ય કર્મચારીઓની સામે આરોપ મૂક્યો હતો જેને લઈને મહિન્દ્રા તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.

કંપનીએ શું કહ્યું?
આ મામલા અંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલો 18 મહિનાથી પણ જૂનો છે અને આ રિપોર્ટ કરેલી ઘટના 2022 જાન્યુઆરીમાં થઈ હતી. વાહનમાં એરબેગ ન હોવાનાં આરોપ પર ટિપ્પણી કરતાં કંપનીએ કહ્યું કે અમે સ્પષ્ટરૂપે જણાવવા ઈચ્છીએ છીએ કે 2020માં નિર્મિત સ્કોર્પિયો S9 વેરિન્ટમાં એરબેગ હતાં.  કંપનીએ કહ્યું કે આ મામલાની તપાસ તેમણે કરી છે અને એરબેગમાં કોઈ ખરાબી મળી આવી નથી.

રોલઓવર કેસ
કંપનીએ કહ્યું કે આ એક રોલઓવર કેસ હતો જેના લીધે ફ્રંટ એરબેગ ડિપ્લોય ખુલતો નથી. કંપનીએ એવું પણ કહ્યું કે આ ઘટનામાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઑક્ટોબર 2022માં વિસ્તૃત ટેકનિકલ તપાસ કરી હતી. તેમણે કહ્યું કે આ મામલો વર્તમાનમાં વિચારાધીન છે અને તેઓ કોઈપણ આગળની તપાસ માટે અધિકારીઓની સાથે સાથ-સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે.

રોલઓવર એટલે શું ?
રોલઓવર એક્સિડેન્ટમાં કાર અકસ્માત સમયે કોઈપણ ઓબજેક્ટ કે વાહન સાથે અથડાઈને રોડ પર ઊથલા મારતી આગળ જાય છે. 

શું છે સમગ્ર મામલો?
પોલીસ અનુસાર પીડિત રાજેશે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેમણે પોતાના એકમાત્ર પુત્ર અપૂર્વ મિશ્રાને સ્કોર્પિયો ગાડી ગિફ્ટ કરી હતી.  અપૂર્વ આ ગાડીથી 14 જાન્યુઆરી 2022નાં પોતાના મિત્રો સાથે લખનઉથી કાનપુર પાછો આવી રહ્યો હતો. એ વખતે ધુમ્મસનાં કારણે તેની ગાડી ડિવાઈડરથી અથડાઈ ગઈ જેમાં અપૂર્વનું મોત થયું. પીડિતે આરોપ લગાડ્યો કે સીટ બેલ્ટ પહેર્યો હોવા છતાં એરબેગ ન ખુલી. રાજેશે કહ્યું કે જો ગાડી યોગ્ય રીતે તપાસવામાં આવી હોત તો તેના પુત્રનું મોત ન થયું હોત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ