બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Mahesh Savani joined BJP's election campaign in Botad

ઈલેક્શન 2022 / જેમને મનાવવા AAPએ ખૂબ ધમપછાડા કરેલા તે નેતા BJPનો ખેસ પહેરી ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યા, જુઓ શું કહ્યું

Dinesh

Last Updated: 04:22 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદમાં ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે તેમણે કહ્યું કે, બોટાદમાં ઘનશ્યામ વિરાણીની જંગી બહુમતીથી જીત થશે

 

  • બોટાદમાં મહેશ સવાણી ચૂંટણી પ્રચારમાં જોડાયા
  • સવાણી BJPનો ખેસ પહેરી ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યા
  • મહેશ સવાણી પહેલા આપમાં હતા હવે ભાજપમાં

ગુજરાતમાં ચૂંટણીને લઈને પાર્ટી સાથે પ્રજામાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ત્રિકોણીયો મુકાબલો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના દાયકાઓ જૂના રાજકીય યુદ્ધમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ કૂદી પડી છે. જેમ જેમ મતદાનની તારીખો નજીક આવતી જાય છે તેમ તે રાજકીય માહોલ ગરમાયો છે. બોટાદમાં ઉદ્યોગપતિ મહેશ સવાણી ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ભાજપના ઉમેદવારના સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે.

BJPના પ્રચારમા મહેશ સવાણી 
બોટાદમાં ઉદ્યોગપતિ મહેશ સવાણી ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ભાજપના ઉમેદવારના સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે. મહેશ સવાણી સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે જેઓ અગાઉ આપમાં જોડાયા હતા અને હવે ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સમર્થનમાં પ્રચાર કરી રહ્યાં છે. બોટાદમાં PM મોદીની જંગી જાહેર સભામાં પણ તેઓ ભાગ લેશે. તેમજ તેમણે જણાવ્યું હતું કે, બોટાદમાં ઘનશ્યામ વિરાણીની જંગી બહુમતીથી જીત થશે. તેમણે કહ્યું કે, ઘનશ્યામ માટે જીતાડવા માટે દરેક પ્રયાસ કરીશ તેમજ દરેક દિકરીના ઘરે જઈ ઘનશ્યામ ભાઈને મત આપે તેવી અપીલ કરવાનો છું

AAPમાં જોડાયા ત્યારે રડ્યા હતા
બોટાદમાં ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. મહેશ સવાણી અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડયા હતા ત્યારે રડ્યા હતા અને ભાજપ પર આકારા પ્રહાર કર્યા હતાં તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય લીધા બાદ તે છાતીમાં ગોળી મારવા તૈયાર છે તેમજ સવાણીએ આક્ષેપ કર્યો હતો કે તેમને રોગચાળા દરમિયાન કોવિડ કેર સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી તેમણે તે સમય આપના અને દિલ્હી સરકારના વખાણ પણ કર્યો હતાં.

આપ છોડી ત્યારે થયો હતો ડ્રામા 
મહેશ સવાણીએ 7 મહિનામાં જ આપમાંથી રાજીનામુ આપ્યું હતું ત્યારે આપના કાર્યકર્તાઓ તેમને મનાવવાની ખૂબ જ મહેનત કરી હતી અને તેઓ માન્યા ન હતા. તેમની ઓફિસ બહાર કાર્યકર્તાઓ તેમને મનાવવા માટે એકઠા થયા હતા તેમજ કોઈક કાર્યકર્તાઓ તેમના પગે પડ્યા તો વળી કોઈ રડ્યા હતા તો કોઈએ તો ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારી હતી. છતા પણ તેઓ ડસના મસ નો હતા થયા. તે સમયે મહેશ સવાણીએ જણાવ્યુ હતું કે, મારા અંગત કારણોસર આપ પાર્ટી છોડી છે, તેમણે જણાવ્યું હતું મારી તબિયત સારી નથી રહેતી એટલે પાર્ટી છોડી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ