બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / મુંબઈ / Maharashtra will continue to be locked down till 30th April

Coronavirus / ઠાકરે સરકારનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં આ તારીખ સુધી લોકડાઉન લંબાવાયું

Kavan

Last Updated: 05:36 PM, 11 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જે સમયગાળો આગામી થોડા દિવસોમાં પૂર્ણ થતો હોવાથી પ્રધાનમંત્રી મોદીએ દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીના સમગાળાને વધારવા અંગેની ચર્ચા કરી હતી. જેમાં મોટા ભાગના રાજ્યોએ લોકડાઉનની સમયમર્યાદા વધારવા સહમત થયાં હતા. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે 30 એપ્રિલ સુધી લોકડાઉનનો સમયગાળો વધારવાની જાહેરાત કરી છે.લોકડાઉન લંબાવનારું ત્રીજું રાજ્ય બન્યું મહારાષ્ટ્ર.

  • કોરોના વાયરસનો કહેર યથાવત 
  • મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી લંબાવાયું લોકડાઉન 
  • મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને લઇને લેવાયો નિર્ણય 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ દિવસને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને ધારાવીમાં પણ હવે કોરોના સંક્રમિતો જોવા મળી રહ્યો છે, રાજ્યના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી નજીક ચા વેચતા એક શખ્સને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. આ તમામ ઘટનાઓને ધ્યાને લેતા મહારાષ્ટ્રની ઠાકરે સરકારે લોકડાઉનનો સમયગાળો આગામી 30 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. 

શુક્રવારે હોસ્પિટલનો સ્ટાફ થયો છે કોરોના સંક્રમિત 

મુંબઇમાં કોરોના વાયરસ દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે મેડિકલ સ્ટાફમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. શુક્રવારે હોસ્પિટલોમાં 19 આરોગ્ય કર્મચારીઓને કોરોના ચેપ લાગ્યો હતો. આ સાથે ચેપગ્રસ્ત તબીબી કર્મચારીઓની સંખ્યા લગભગ 100 પર પહોંચી ગઈ છે.

કોરોનાનો દર છઠ્ઠો દર્દી મહારાષ્ટ્રનો 

મહારાષ્ટ્ર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે કોરોના વાયરસના 31 માર્ચ પહેલાના કેટલાક આંકડાનું તારણ કાઢ્યુ છે. જેમાં તેઓ જણાવે છે કે કેવી રીતે અલગ અલગ ઉંમરના વર્ગના લોકો આ  વાયરસનો શિકાર બની રહ્યા છે. 

મહારાષ્ટ્રમાં 30 માર્ચ સુધી કુલ દર્દી આવ્યા હતા. તેમાંથી 21થી 30 વર્ષના 46 દર્દી, 31થી 40 વર્ષના  47 દર્દી, 41થી 50 વર્ષના 48, 51થી 60 વર્ષના 31 દર્દી, 61થી 75 વર્ષના 25 તો 1થી 10 વર્ષના 7 દર્દીઓ હતા. જેનાથી એ સ્પષ્ટ થયું છે કે મહારાષ્ટ્રમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ ઉંમરના લોકો તેનો ભોગ બન્યા છે. 

સરકારે માસ્કનો ફરજીયાત ઉપયોગ નહીં કરનારની ધરપકડ કરવાના આપ્યા આદેશ 

  • 1, જો તમારામાંથી કોઈ પણ વ્યક્તિ હેતુ અથવા કારણોસર કોઈ જાહેર સ્થળે જેમ કે હોસ્પિટલ, ઓફિસ, બજાર અથવા રસ્તા પર જાય છે, તો ચોક્કસપણે માસ્ક પહેરે. માસ્ક 3 પ્લાય અથવા કાપડ હોવું જોઇએ. માસ્ક પહેરવું ફરજિયાત છે.
  • 2, જો કોઈ ઓફિસની કારમાં અથવા તેના અંગત વાહનમાં મુસાફરી કરી રહ્યું હોય, તો પણ માસ્ક પહેરવું ફરજિયાત છે.
  • 3,જો કોઈ વ્યક્તિ કોઈ સાઇટ / ઓફિસ / અન્ય કોઈ જગ્યાએ કામ કરે છે, તો પણ તેને હંમેશાં માસ્ક પહેરી રાખવું ફરજીયાત છે.
  • 4, માસ્ક પહેર્યા વગર કોઇ વ્યક્તિ ન તો કોઇ મીટિંગ અટેન્ડ કરી શકશે કે પછી તે આવી જગ્યાએ જઇ શકશે.
  • 5, આ માસ્ક સ્ટાન્ડર્ડ માસ્ક છે અને તે દવાની દુકાનમાં મળશે. પરંતુ, જો આ ઉપલબ્ધ ન હોય તો, પછી તમે ઘરે માસ્ક બનાવીને પહેરી શકો છો. હોમમેઇડ માસ્ક ધોઇ શકાય છે અને તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ