બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Mahant Raju Das of Ayodhya's Hanumangarhi temple came in support of the movie Adipurush; said- 'Tukde-tukde gang is protesting'

VIDEO / ફિલ્મ આદિપુરુષના સમર્થનમાં આવ્યા આયોધ્યાના હનુમાનગઢી મંદિરના મહંત રાજુ દાસ;કહ્યું- 'ટુકડે-ટુકડે ગેંગ કરી રહી છે વિરોધ'

Megha

Last Updated: 11:48 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ આદિપુરુષને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે એવામાં ફિલ્મના સમર્થનમાં આવ્યા હનુમાનગઢીના મહંત રાજુદાસ, કહ્યું 'ટુકડે-ટુકડે અને રાષ્ટ્રવિરોધી ટોળકીઓ જ કરી રહી છે વિરોધ'

  • ફિલ્મ આદિપુરુષને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે
  • ફિલ્મના સમર્થનમાં આવ્યા હનુમાનગઢીના મહંત રાજુદાસ
  • કહ્યું પહેલાં ફિલ્મોમાં ભગવાનની ખોટી છબી બતાવવામાં આવતી

ફિલ્મ નિર્માતા ઓમ રાઉત દ્વારા નિર્મિત ફિલ્મ આદિપુરુષ આ દિવસોમાં ચર્ચામાં છે. ફિલ્મના કેટલાક ડાયલોગ્સને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ પર પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. જે બાદ ડાયલોગ રાઇટર મનોજ મનોજ મુન્તાશીરે કહ્યું કે ટૂંક સમયમાં આ ડાયલોગને બદલવામાં આવશે. આ દરમિયાન ફિલ્મના સમર્થનમાં હનુમાનગઢીના મહંત રાજુદાસનું નિવેદન સામે આવ્યું છે. ફિલ્મના વિરોધ વિશે વાત કરતાં એમને કહ્યું છે કે માત્ર ટુકડેટુકડા અને રાષ્ટ્રવિરોધી ગેંગ જ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. 

પહેલાં ફિલ્મોમાં ભગવાનની ખોટી છબી બતાવવામાં આવતી 
ફિલ્મ આદિપુરુષના વિરોધ પર વાત કરતાં એમને તેમણે કહ્યું કે, 'અગાઉ ફિલ્મોમાં બતાવવામાં આવતું હતું કે ભગવાન શિવ, કૃષ્ણ અને રામનું પોસ્ટર લગાવીને શોધ કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં તેઓ મળી શક્યા નથી. કાલી માને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા હતા. ડાબેરીઓ, ટુકડે-ટુકડે અને રાષ્ટ્રવિરોધી ટોળકીને આ ફિલ્મથી કોઈ વાંધો ન હતો પણ આજે તેમને આદિપુરુષ ફિલ્મથી સમસ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે, જે તદ્દન ખોટું છે. '

'રામાયણને કાલ્પનિક કહેનારા ક્યારે માફી માંગશે?'
આગળ તેણે કહ્યું કે' ફિલ્મના કેટલાક સંવાદ ખોટા હોઈ શકે છે પરંતુ મનોજ મુન્તાશીરે તેને બદલવાનું કહ્યું છે અને તે પણ બદલવામાં આવશે. ' રાજુ દાસે કહ્યું કે 'આ તો માત્ર એક તસવીર છે, પરંતુ તે લોકો ક્યારે દેશ અને હિન્દુઓની માફી માંગશે, જેઓ રામાયણ સળગાવવાની વાત કરતા હતા, જેઓ રામચરિતમાનસ પર પ્રતિબંધ લગાવવાની વાત કરતા હતા. એ લોકો ક્યારે માફી માંગશે જેઓ સંતોને દુષ્કર્મી અને બળાત્કારી કહેતા હતા. '

તમને જણાવી દઈએ કે ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મના ડાયલોગ્સથી લઈને વિઝ્યુઅલ સુધી સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. આટલું જ નહીં, ફિલ્મના પાત્રોના ડ્રેસિંગ અને સ્ટાઈલને લઈને પણ તેને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ