બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વડોદરા / Madhu Srivastava in Dabangg avatar already for 2024 elections

નિવેદન / 2024ની ચૂંટણી માટે અત્યારથી જ દબંગ અવતારમાં મધુ શ્રીવાસ્તવ, કહ્યું ઉપરથી ટિકિટ નક્કી જ હતી પણ જેણે કાપી છે એને...

Priyakant

Last Updated: 03:38 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું, વિધાનસભા ચૂંટણીમાં ઉપરથી મારી ટિકિટ નક્કી જ હતી પણ સંસદસભ્યએ મારી ટિકિટ કાપી

  • વડોદરામાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપી ધમકી
  • વિધાનસભાની ટિકિટ કાપી હોવાનો લગાવ્યો આરોપ
  • વડોદરા સાંસદ પર પોતાની ટિકિટ કાપવાનો કર્યો આક્ષેપ
  • 2024ની લોકસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ કરશે વિરોધ

2024ની લોકસભાની ચૂંટણી માટે અનેક નેતાઓ અત્યારથી જ કવાયતમાં લાગી ગયા છે. વાત જાણે એમ છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં પત્તું કપાયા બાદ ફરી એકવાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન સામે આવ્યું છે. વડોદરામાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરા સાંસદ પર વિધાનસભાની ટિકિટ કાપી હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે 2024ની લોકસભા ચૂંટણીમાં વિરોધ કરશે તેવું પણ જણાવ્યું છે. 

ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી હતી. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર મોટો બફાટ કર્યો છે. વિગતો મુજબ વિધાનસભા ચુંટણી 2023માં વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાયા બાદ હવે ફરી એક વાર મધુ શ્રીવાસ્તવ ચર્ચામાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં ઉપરથી મારી ટિકિટ નક્કી જ હતી પણ સંસદસભ્યએ મારી ટિકિટ કાપી હતી. જેથી 2024ની લોકસભાની ચૂંટણીમાં હું વિરોધ કરીશ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

શું છે સમગ્ર મામલો ? 
વાઘોડીયાથી છેલ્લા 6 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા અને બાહુબલી નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી હતી તે સમયે પણ મધુ શ્રીવાસ્તવ લાલઘૂમ બન્યા હતા. આ દરમિયાન આજે હવે મધુ શ્રીવાસ્તવે વડોદરા સાંસદે તેમની ટિકિટ કાપી હોવાનો આરોપ લગાવ્યો છે. 

શું કહ્યું મધુ શ્રીવાસ્તવે ? 
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છું, અને ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામ હોય તો ચોક્કસપણે અભિનંદન પાઠવીએ છીએ. પણ હું નહિ જતો, કારણ કે, વડોદરાના સંસદસભ્ય અને જે આ લોકોએ મારી ટિકિટ કાપી, ટિકિટ આપવાનું નક્કી હતું ઉપરથી પણ ટિકિટ કાપી છે. પણ આવનારી 2024ની લોકસભા ચૂંટણીમાં  જેને મારી ટિકિટ કાપી એના માટે હું ખુલ્લેઆમ વિરોધમાં જવાનો છું એમા કોઈ શંકાને સ્થાન નથી. 

ચૂંટણી સમયે પણ વિવાદમાં આવ્યા હતા મધુ શ્રીવાસ્તવ  
વિગતો મુજબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ દમરિયાં પણ દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મારા કાર્યકરની કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ તેવું  નિવેદન આપ્યું હતું. જેને લઇને વિરોધનો સૂર ઉઠ્યો હતો. જે બાદમાં મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું હતું અને  વાઘોડિયા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ મંગાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ