બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / Love Jihad incident in Rajkot, the family sought help from the police

સાવધાન! / 'મારી દીકરીને મુસ્લિમ કરી નાખી, 17 વર્ષની હતી ત્યારથી તેની સાથે મહેબૂબ....', પીડિત માતા-પિતાનો વલોપાત

Malay

Last Updated: 02:08 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, પરિવારે પોલીસ કમિશનરને રજૂઆત કરતા પોલીસે તપાસ હાથ ધરી.

  • રાજકોટ વધુ એક લવ જેહાદનો બનાવ બન્યો
  • મહેબૂબ બુખારીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી
  • યુવતીનું નામ બદલીને નાઝનીન કર્યાનો આરોપ

રાજકોટમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબ બુખારી નામના યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી છે, એટલું જ નહીં મહેબૂબે યુવતીનું નામ પણ બદલી નાખ્યું છે અને તેને ગાયબ કરી નાખી હોવાનો યુવતીના પરિવારે આક્ષેપ લગાવ્યો છે. સાથે જ યુવતીના પરિવારે પોલીસ પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હાલ સમગ્ર મામલો પોલીસ કમિશનર પાસે પહોંચતા પોલીસે લવ જેહાદના એન્ગલથી તપાસ શરૂ કરી છે. 

26 જૂનથી યુવતી ગાયબ, પરિવારે નોંધાવી ફરિયાદ
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ તળાજા પંથકનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષથી રાજકોટ રહે છે. આ પરિવારની દિકરી શહેરની કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરે છે. કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરતી દીકરી 26 જૂનથી ગાયબ થઈ જતા યુવતીનો પરિવાર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પરિવારે ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબ બુખારી નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવા ન આવતા પરિવારે કુંડલિયા કોલેજના સંચાલકોનો સંપર્ક કર્યો હતો અને પોતોની દર્દભરી કહાની વર્ણવી હતી. 

રિયાને ક્રિકેટ કોચિંગમાં મોકલી એ અમારી મોટી ભૂલઃ પરિવાર
માતા-પિતાએ જણાવ્યું હતું કે, અત્યારે અમારી દીકરી રિયા (નામ બદલ્યું છે) કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરે છે. રિયાને નાનપણથી જ ક્રિકેટનો શોખ હોવાથી અમે શહેરમાં ક્રિકેટનું કોચિંગ આપતા મહેબૂબ બુખારીનો સંપર્ક કર્યો હતો. રિયા જ્યારે 17 વર્ષની હતી, ત્યારે અમે તેને ક્રિકેટ કોચિંગમાં મોકલી હતી. આ અમારી સૌથી મોટી ભૂલ હતી. ક્રિકેટ કોચિંગમાં રિયાને ક્રિકેટ શીખવવાને બદલે મહેબૂબ બુખારીએ તેને ફોસલાવીને પ્રેમ જાળમાં ફસાવી. જે બાદ મહેબૂબે તેનું બ્રેઇનવોશ કરી નાખ્યું. 

મહેબૂબે મને મારી નાખવાની આપી ધમકીઃ યુવતીના પિતા
રિયાના પિતાએ જણાવ્યું હતું કે, આજે રિયા 21 વર્ષની થઈ ગઈ છે. તે ઘરે હોય ત્યારે મસ્જિદ જાય છે અને નમાજ પણ પઢે છે. અમે તેને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કોઈવાત સમજવા જ તૈયાર નથી. હું જ્યારે મહેબૂબ પાસે વાત કરવા ગયો ત્યારે તેણે મને હાથ પગ ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, 'તારી છોકરી 17 વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર ગુજારું છું, તારાથી થાય તે કરી લેજે'. 

મહેબૂબ બુખારી

'...રિયા કહે છે મારી જિંદગી તો બરબાર થઈ ગઈ'
તેમણે જણાવ્યું કે, રિયા વારંવાર એવું કહે છે કે મારી જિંદગી તો હવે બરબાર થઈ ગઈ છે. હું બીજા સાથે લગ્ન કરીશ તો મહેબૂબ મને પતાવી દેશે અને જો હું મહેબૂબ સાથે રહીશ તો એ મારી જિંદગીને નર્ક બનાવી નાખશે. મારી ક્રિકેટર બનવાની કારકિર્દી પણ રોળાઇ ગઇ છે. 

સોનાના દાગીના અને દોઢ લાખ રૂપિયા આપી દીધાઃ યુવતીના પિતા
રિયાની માતાએ જણાવ્યું કે, મહેબૂબની ઉશ્કેરણી અને ધમકીને કારણે રિયાએ ઘરમાંથી દોઢ લાખ રૂપિયાના સોનાના ઘરેણાંની ચોરી કરીને મહેબૂબને આપી દીધા હતા અને રોકડ પણ ચોરી કરીને મહેબૂબને આપતી હતી. રિયા 26 જૂનથી ગાયબ થઈ ગઈ છે. અમે આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

કમિશનરની સૂચનાથી પોલીસે તપાસ શરૂ કરી
યુવતીના પિતાની રજૂઆત સાંભળ્યા બાદ કોલેજના સંચાલકોએ સમગ્ર મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને જાણ કરી હતી. જે બાદ હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મહેબૂબને ઉઠાવી લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તો રિયાની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ