બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / વિશ્વ / Extra / lottery-playing-couple-who-won-36-million-in-9-years

NULL / બેઠાં-બેઠાં આ વૃદ્ધ દંપતિ 186 કરોડ કમાયું દોડાવ્યું એવું ભેજું કે બનશે તેમના પર ફિલ્મ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમેરિકાના મિશિગનમાં રહેનાર એક દંપતીએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેમણે છેલ્લા નવ વર્ષમાં ૨.૬ કરોડ ડોલર (૧૮૬ કરોડ રૂપિયા) લોટરીથી જીત્યા છે. આ રકમ તેમણે કોઇ હેરફેર નહીં પરંતુ ગણિતની તરકીબો અને લોટરી સિસ્ટમની એક નાનકડી ખામીના કારણે જીતી છે.

૮૦ વર્ષના જેરી સેલ્બી અને ૮૧ વર્ષના માર્જ સેલ્બીના જણાવ્યા મુજબ લોટરી રમતાં પહેલાં તેઓ ઇવાર્ટ શહેરમાં એક દુકાન ચલાવતા હતા. ૬૦ની ઉંમર પાર થતાં તેઓ રિટાયર્ડ થઇ ગયા અને તેમણે સ્ટોર વેચી દીધો. ૨૦૦૩માં જેરી પોતાના જૂના સ્ટોરમાં કંઇક ખરીદવા આવ્યા તો તેમને ત્યાં વિન્ડફોલ લોટરીનું બ્રોસર મળ્યું.

જેરીના જણાવ્યા મુજબ કોલેજના સમયથી તે ગણિતમાં ખૂબ જ સારા હતા. આવા સંજોગોમાં લોટરીનું બ્રોસર વાંચીને તેમને રસ જાગ્યો. જેરીને વિશ્વાસ થઇ ગયો કે તેમને આ લોટરીથી ખૂબ જ ફાયદો થઇ શકે છે.

તે પણ સરળ ગણિત દ્વારા. તેમણે પોતાની પત્ની સાથે લોટરી ખરીદવાનું નક્કી કર્યું. જેરીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે લોટરી જીતવી એટલું સરળ ન હતું કેમ કે તેમાં ૫૦ લાખ ડોલર લિમિટ રખાઇ હતી.

લોટરીની વેલ્યૂ ૫૦ લાખ ડોલર પહોંચવા સુધી કોઇ પણ તમામ છ નંબર ડ્રોના નંબરો સાથે મેચ ન થયા તો આ રકમ એ લોકોની વચ્ચે વહેંચવામાં આવે છે જેને પાંચ ચાર કે ત્રણ નંબર પણ તેની સાથે મેચ થાય છે.

લોટરીમાં જેરીએ પહેલી વાર ૩૬૦૦ ડોલરની ટિકિટ ખરીદી. ગણિતનો ઉપયોગ કરીને તેણે ૬૩૦૦ ડોલરની કમાણી કરી. ત્યાર પછી પત્નીની મદદથી લોટરીમાં ૮૦૦૦ ડોલર લગાવ્યા અને તેના બદલામાં બે ગણી રકમની કમાણી કરી.

જેરી અને માર્જે જણાવ્યું કે ખૂબ જલદી તેઓ લોટરીમાં હજારો ખર્ચીને લાખોનો નફો મેળવી રહ્યાં હતાં. તેમણે એક ઇન્વેસ્ટમેન્ટ કંપની પણ ખોલી તેમાં સંબંધીઓ અને મિત્રોના પૈસા લગાવીને તેમને પણ લોટરી જીતાડતા હતા.  વિન્ડફોલ લોટરી બંધ થઇ ગઇ

પરંતુ મેસેચ્યુસેટ રાજ્યમાં તેવી જ લોટરી લાંબા સમયથી ચાલતી હતી. દંપતીએ નક્કી કર્યું કે જરૂર પડશે તો ૧૪ કલાકની લાંબી સફર કરીને મેસેચ્યુસેટ જશે અને ત્યાં ટિકિટ ખરીદીને પૈસા જીતશે. આટલી લાંબી સફર કાપ્યા બાદ તેઓ એક હોટલમાં ૧૦ કલાક ટિકિટોનું ગણિત લગાવતાં અને પૈસા જીતતાં હતાં.

જેરીએ એક શોમાં જણાવ્યું કે ૯ વર્ષમાં લોટરી જીતીને તેમણે પોતાનાં છ બાળકો ૧૪ પૌત્રો અને ૧૦ પ્રપૌત્રોનો ખર્ચ ઉઠાવ્યો. સેલ્બી દંપતીથી પ્રભાવિત થઇને હવે ફિલ્મ મેકર્સ તેમની જિંદગી પર ફિલ્મ બનાવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ