બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Look how the judge's son behaved in the middle of the road when the car was deposited

ઉત્તરપ્રદેશ / VIDEO: ઐસી કી તૈસી કરી નાંખીશ, નેમપ્લેટ વાંચ...: ગાડી જમા થઈ જતાં જજના દીકરાએ રસ્તાની વચ્ચે જુઓ કેવી દાદાગીરી કરી

Priyakant

Last Updated: 02:43 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh Viral Video News: વાહન ટોઇંગ કરવા બદલ યુવકે ટ્રાફિક પોલીસ સામે રોષ ઠાલવ્યો, પોતાને ન્યાયાધીશનો પુત્ર ગણાવીને તે પોલીસકર્મીઓને ધમકી આપી

  • UPની રાજધાની લખનૌમાં શનિવારે એક યુવકે ભારે હંગામો મચાવ્યો
  • ગાડી જમા થઈ જતાં જજના દીકરાએ રસ્તાની વચ્ચે દાદાગીરી કરી 
  • ન્યાયાધીશનો પુત્ર ગણાવીને યુવકે પોલીસકર્મીઓને ધમકી આપી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં શનિવારે એક યુવકે ભારે હંગામો મચાવ્યો હતો. વાત જાણે એમ છે કે, વાહન ટોઇંગ કરવા બદલ આ યુવકે ટ્રાફિક પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો. પોતાને ન્યાયાધીશનો પુત્ર ગણાવીને તે પોલીસકર્મીઓને ધમકી આપી રહ્યો હતો કે, તે તેમને જેલમાં મોકલી શકે છે. આ સાથે તે પોલીસકર્મીઓને થપ્પડ મારવાની પણ વાત કરી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લખનૌ પોલીસે આરોપીસામે શાંતિ ભંગની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ નો પાર્કિંગ એરિયામાં વાહન પાર્ક કરવા બદલ 1100 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના હઝરતગંજમાં શનિવારે બપોરના સમયે એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. લખનૌ પોલીસના જણાવ્યા અનુસા આરોપીની કારનો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રાફિક પોલીસની ટીમ રાઉન્ડમાં પહોંચી કાર ઉપાડીને પાર્કિંગમાં લઈ ગઈ હતી. પોલીસ ટીમ આરોપીની કારને પાર્કિંગમાં જમા કરાવી રહી હતી કે આરોપી પણ ત્યાં પહોંચી ગયો. આવતાની સાથે જ તેણે પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણૂક શરૂ કરી દીધી હતી. પોતાને મેરઠમાં તૈનાત ન્યાયાધીશનો પુત્ર ગણાવતા તેમને ધમકાવવામાં આવ્યો અને કાર છોડી દેવા માટે કહેવામાં આવ્યું.

પોલીસે કહ્યું ચલણ થઈ ગયું છે તો... 
આ દરમિયાન પોલીસે કહ્યું કે ચલણ થઈ ગયું છે અને હવે વાહન છોડવામાં આવશે નહી. જેને લઈ આરોપીએ કહ્યું હતું કે, તને પોલીસ સ્ટેશને ગયા પછી થપ્પડ મારી, તને જેલમાં પણ મોકલી શકાય છે. જ્યારે પોલીસકર્મીઓએ આનો વિરોધ કર્યો ત્યારે આરોપીએ કહ્યું કે, હવે હું પોલીસ સ્ટેશન જઈશ અને થપ્પડ મારીશ. આરોપીના લાખો કૂદકા મારવા છતાં પણ પોલીસકર્મીઓ સહમત ન થયા અને ગેરકાયદે પાર્કિંગના રૂ.1100ના ચલણની રસીદ પકડી પાડી. જે બાદમાં કોઈ વિકલ્પ બાકી ન જોતા આરોપીએ ચલનની રકમ પણ જમા કરાવી દીધી છે.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ તરફ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોની નોંધ લેતા હઝરતગંજ પોલીસ સ્ટેશનની પોલીસે આરોપીઓ વિરુદ્ધ શાંતિ ભંગની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કાનપુરનો આવો જ એક વીડિયો ભૂતકાળમાં વાયરલ થયો હતો. જેમાં આરોપી પોતાને ધારાસભ્યનો ભત્રીજો ગણાવતો હતો. આ કેસમાં પણ પોલીસે આરોપીનું વાહન કબજે કરવા ઉપરાંત તેની સામે શાંતિ ભંગની કલમો હેઠળ પણ કાર્યવાહી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ