બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / lockdown extended till may 17 guidelines issued know here

કોરોના સંકટ / લૉકડાઉન 3.0માં જાણો શું ચાલુ રહેશે અને શું બંધ, અહીં બસો થશે ચાલુ

Kavan

Last Updated: 10:42 PM, 1 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા સતત પ્રભાવને ધ્યાને લઇને કેન્દ્ર સરકાર લૉકડાઉનનો સમયગાળો 14 દિવસ વધારવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આગામી 17 મે સુધી દેશમાં લૉકડાઉન યથાવત રહેશે. નોંધનીય છે કે, ગૃહમંત્રાલયે લૉકડાઉન વધારવાની અંગેની જાહેરાત કરી છે. ત્યારે લૉકડાઉન પાર્ટ- 3 દરમિયાન દેશમાં કેટલીક સુવિધાઓ પર પાબંધી યથાવત રહેશે.

  • કોરોના વાયરસને લઇને દેશમાં લૉકડાઉન-3.0
  • 17 મે સુધી લૉકડાઉન લંબાવાયું
  • ઝોન પ્રમાણે કેટલીક બાબતોની મળશે છૂટ

ઉલ્લેખનીય છે કે, દેશમાં પહેલાની જેમ જ પરિવહન સેવા પર પાબંધી રહેશે. ટ્રેન અને પ્લેન જેવી સેવા શરૂ કરવામાં આવશે નહીં. મહાનગરોમાં મેટ્રો પણ બંધ રહેશે. હોટલ, રેસ્ટોરન્ટ, ગુરુદ્વારા, ચર્ચ, મંદિર, સિનેમા, જીમ, પબ, કોઈ પણ ધાર્મિક કે સામાજિક કાર્યક્રમ, સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાન તમામ બંધ રહેશે.

આ સાથે જ દેશના જે જીલ્લાઓમાં મહાનગર પાલિકાઓ આવેલી છે ત્યાં વધારે વસ્તી અને ગીચતાને કારણે પાલિકાના વિસ્તારોમાં કેસની સંખ્યા વધારે અને બહાર ઓછી જોવા મળી છે. એવામાં હવે જિલ્લાઓને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો પાલિકાની બહારના વિસ્તારમાં છેલ્લા 21 દિવસમાં કોઈ નવો કેસ નહીં આવ્યો હોય તો તે વિસ્તારને એક સ્તર નીચો કરવામાં આવશે. અર્થાત તેને રેડમાંથી ઓરેન્જ અથવા ઓરેન્જમાંથી ગ્રીન ઝોન બનાવશે. પરંતુ પાલિકા વિસ્તારમાં કેસ મુજબના પ્રતિબંધો લાગુ રહેશે. આ વ્યવસ્થા ખાલી મહાનગર પાલિકા ધરાવતા જિલ્લાઓ માટે કરાઈ છે.

કારમાં ડ્રાઇવર સહિત 3 લોકો કરી શકશે મુસાફરી 

રેડ ઝોનમાં કેટલીક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ છે જેમ કે સાયકલ રીક્ષા ફેરવવી, ટેક્સી ફેરવવી, આંતરજીલ્લા અને આંતરરાજ્યો બસ ફેરવવી, વાળંદની દુકાનો, સ્પા, સલૂન વગેરે

રેડ ઝોનમાં કેટલીક પરમિશન અપાયેલી પ્રવૃત્તિઓ માટે ગાડીમાં ડ્રાઈવર ઉપરાંત 2 વ્યક્તિઓ, 2 વ્હીલર ઉપર એક જ ડ્રાઈવર પોતે આવી જ સંમતિ અપાયેલી છે. સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વગેરેને સંમતિ અપાઈ છે. આ ઉપરાંત જરૂરિયાતની વસ્તુઓ, મેડિકલને લગતી વસ્તુઓ, સતત ચાલતા પ્રોડક્શન યુનિટ્સ, IT સાધનોનું ઉત્પાદન, શણ ઉદ્યોગ, પેકેજીંગ મટિરિયલ જેવું પ્રોડક્શન ચાલુ રાખવાની સંમતિ છે. સાઈટ્સ અને પુનઃપ્રાપ્ય ઉર્જા સંસાધનોના કન્સ્ટ્રકશનને ચાલુ રાખવાની સંમતિ પણ બહારથી મજૂરોને બોલાવવાની સંમતિ નથી. 

નાગરિકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું ફરજીયાત

લોકો સાર્વજનિક સ્થળે મોટી સંખ્યામાં હાજર રહી શકશે નહીં. આ સાથે તમામ નાગરિકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું ફરજીયાત છે તથા સામૂહિક આયોજન પણ થઇ શકશે નહીં, સરકારી નિર્દેશ પ્રમાણે જીમ તથા સ્પોર્ટ્સ ક્લબ પણ ખોલી શકાશે નહીં. કોઇપણ પ્રકારની રાજકીય, સાંસ્કૃતિક તથા સામુદાયિક કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રહેશે. 

જાણો, વિવિધ ઝોન પ્રમાણે શું ખુલ્લું રહેશે, શું બંધ રહેશે 

રેડ ઝોનમાં શું ખુલ્લું રહેશે ? 

ગ્રામીણ ક્ષેત્રોમાં તમામ ઉદ્યોગિક તથા કંસ્ટ્રક્શન કામકાજ, જેમાં મનરેગા કામ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ તથા ઇંટના ભઠ્ઠા, આ તમામને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

રેડઝોનમાં રહેતા અધિકારીઓને અપાઇ સૂચના 

રેડ ઝોનવાળા ક્ષેત્રમાં સ્થાનિક અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, કન્ટેનમેન્ટ ઝોનના તમામ રહેવાસીઓ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે તે જરૂરી છે.  આ એપના માધ્યમથી સમગ્ર ઝોન પર નજર રહી શકશે. 

                        રેડ ઝોન
શું ચાલું શું બંધ
ગ્રામીણ ક્ષેત્રોમાં ઔદ્યોગિક કામ સિનેમા
કન્સ્ટ્રંક્શનનું કામ ધાર્મિક સ્થળો
મનરેગા કાર્ય હોટલ અને રેસ્ટોરન્ટ
ફૂડ પ્રોસેસિંગ યુનિટ નાઈની દુકાન
ઈંટ ભઠ્ઠા જીમ અને પબ
નાની સિંગલ દુકાનો સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થા
નૉન બેન્કિંગ સંસ્થાઓ એરલાઈન્સ, મેટ્રો અને રેલ્વે
ઈન્સોયરન્સ અને કેપિટલ માર્કેટ ગેસ્ટ હાઉસ
ક્રેડિટ કૉ-ઑપરેટિવ સોસાયટી મૉલ, મોટા કૉમ્પલેક્સ
આંગણવાડી ઓટો રિક્ષા
વીજળી, પાણી, વેસ્ટ મેનેજમેન્ટ સેવા ટેક્સી, કેબ સેવા

ટૅલિકૉમ્યુનિકેશન, ઈન્ટરનેટ અને પોસ્ટલ

 

કમર્શિયલ અને પ્રાઈવેટ દુકાનો

 

પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયા

 

IT, ડેટા અને કૉલ સેન્ટર્સ

 

કૉલ્ડ સ્ટોરેજ, વૅરહાઉસ, પ્રાઈવેટ સિક્યોરિટી

 
સેલ્ફ બિઝનેસ  
પાન-મસાલાની દુકાનો ખુલશે  


ગ્રીન ઝોનમાં શું ખુલ્લું રહેશે ?

                        ગ્રીન ઝોન
શું ચાલું શું બંધ
બસ સેવા (50 ટકા કેપેસિટી) સિનેમા
ઈ-કોમર્સ ઑનલાઈન ડિલીવરી ધાર્મિક સ્થળો
ઓફિસ અને ફેક્ટરી હોટલ અને રેસ્ટોરન્ટ
પાન-મસાલાના ગલ્લા નાઈની દુકાન
  જીમ અને પબ
  સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થા
  એરલાઈન્સ, મેટ્રો અને રેલ્વે
  ગેસ્ટ હાઉસ
  મૉલ, મોટા કૉમ્પલેક્સ
  • - ગ્રીન ઝોનમાં 50 ટકા સંખ્યા સાથે બસ ચાલુ થઇ શકે છે
  • - સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી આવન-જાવનને મંજૂરી નથી. 
  • - બસ ડેપોમાં 50 ટકા કર્મચારીઓ સાથે થઇ શકશે કામ 

સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી અતિશય જરૂરી ન હોય તેના સિવાય કોઈ પણ વ્યક્તિઓને ઘરની બહાર જવા ઉપર પ્રતિબંધ છે. આ માટે સ્થાનિક તંત્રએ પગલા ભરીને કલમ 144 જેવા પગલા ભરવાના રહેશે. 65થી મોટા વૃદ્ધો, 10 વર્ષથી નાના બાળકો, ગર્ભવતી મહિલાઓએ ઘરે જ રહેવાનું રહેશે અને આરોગ્યને લગતા કારણો વગર બહાર નીકળવાનું રહેશે નહીં. દવાખાનાઓ દેશમાં કોન્ટેમિનેટેડ ઝોન સિવાય ચાલુ જ રાખવામાં આવશે જ્યાં સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.

ઓરેન્જ ઝોનમાં શું ખુલ્લું રહેશે

                                 ઓરેન્જ ઝોન
શું ચાલું શું બંધ
ટેક્સી સેવા
(ફક્ત 2 પેસેન્જર અને ડ્રાઈવર)
સિનેમા
ઈ-કોમર્સ ઑનલાઈન ડિલીવરી ધાર્મિક સ્થળો
પાન-મસાલાની દુકાનો ખુલશે  
હોટલ અને રેસ્ટોરન્ટ
  નાઈની દુકાન
  જીમ અને પબ
  સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થા
  એરલાઈન્સ, મેટ્રો અને રેલ્વે
  ગેસ્ટ હાઉસ
  મૉલ, મોટા કૉમ્પલેક્સ

- ઓરેન્જ ઝોનમાં ટેક્સિ તથા કેબ એગ્રીગેટરોને માત્ર 1 ડ્રાઇવર તથા 2 પ્રવાસીઓ સાથે મંજૂરી આપવામાં આવી છે. ઓરેન્જ ઝોનમાં વ્યક્તિઓ તથા વાહનોને અંતર-જિલ્લા આવાગમનની કેટલીક અનુમતિ આપવામાં આવશે. 4 પૈડા ધરાવતા વાહનોમાં ડ્રાઇવર સિવાયના 2 પ્રવાસીઓ બેસી શકશે. 

મોલની દુકાનોને ચાલુ રહેવાની સંમતિ નથી પણ એકલી સિંગલ દુકાનોને ચાલુ રહેવાની સંમતિ

મોલની દુકાનોને ચાલુ રહેવાની સંમતિ નથી પણ એકલી સિંગલ દુકાનોને ચાલુ રહેવાની સંમતિ છે. ઈ કોમર્સ અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો આપી શકશે. ખાનગી ઓફિસો 33% સ્ટાફ સાથે ચાલી શકશે. જો કે સરકારી ઓફિસમાં Defense and Security services, Health and Family Welfare,Police, Prisons, Home Guards, Civil Defence, Fire and EmergencyServices, Disaster management and related services, NationalInformatics Centre (NIC), Customs, Food Corporation of India x(FCI),National Cadet Corps (NCC), Nehru Yuvak Kendra (NYK) and Municipal services જેટલી સેવાઓ 100% સ્ટાફ સાથે ચલાવવામાં આવશે. આ સિવાયની સેવાઓમાં ડેપ્યુટી સેક્રેટરીથી નીચા સ્ટાફ માટે 33% કેપેસીટીથી ઓફિસ ચલાવવામાં આવશે.

ખાસ બેઠકમાં લેવાયો નિર્ણય

પ્રધાનમંત્રીની ગૃહમંત્રી, રેલમંત્રી, નાણામંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં CDS જનરલ બિપિન રાવત સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં હતા. ત્યારે હવે દેશમાં 2 અઠવાડિયા સુધી લોકડાઉન વધારાયું છે. ત્યારે હવે આ ત્રીજા તબક્કાનું લોકડાઉન રહેશે. દેશમાં કોરોના સંકટની હાલની પરિસ્થિતિને અને લોકડાઉનને કારણે દેશમાં આવેલા કોરોનાના નિયંત્રણને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ ભારત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત આજે લોકડાઉનને 4 મે 2020 સુધી લંબાવવાનો આદેશ આપ્યો છે. જોકે ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ