બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Live broadcast of Ram temple in Tamil Nadu stopped, police is removing LED screen

BIG BREAKING / રામ પ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર રોક: આ રાજ્યને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો

Priyakant

Last Updated: 11:21 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: નાણામંત્રી નિર્મલા સીતારમણ અહીં બેસીને રામ મંદિરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિહાળવાના, લાઈવ ટેલિકાસ્ટ રોકવાનો મામલો

  • અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એક મોટા સમાચાર
  • તમિલનાડુમાં લાઈવ ટેલિકાસ્ટ રોકવાનો મામલો સામે આવ્યો
  • નાણામંત્રી નિર્મલા  અહીં બેસીને રામ મંદિરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિહાળવાના હતા 

Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તમિલનાડુમાં લાઈવ ટેલિકાસ્ટ રોકવાનો મામલો સામે આવ્યો છે. અયોધ્યા રામ મંદિરના અભિષેકને જીવંત બતાવવા માટે કાંચીપુરમ જિલ્લાના કામાક્ષી અમ્માન મંદિરમાં એક મોટી LED સ્ક્રીન લગાવવામાં આવી હતી. આજે સવારે આ LED સ્ક્રીનો હટાવવાનો મામલો સામે આવ્યો છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ અહીં બેસીને રામ મંદિરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિહાળવાના હતા. કામાક્ષી અમ્માન મંદિર એક હિન્દુ મંદિર છે. મંદિર પ્રશાસન દ્વારા LED દૂર કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. આ મંદિરમાં કામાક્ષી દેવીની પૂજા કરવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

પોલીસે એલઇડી સ્ક્રીન જપ્ત કરી  
નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, કાંચીપુરમ જિલ્લામાં અયોધ્યાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવંત પ્રસારણ માટે 466 LED સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. 400 થી વધુ સ્થળોએ પોલીસે પ્રસારણને રોકવા માટે કાં તો સ્ક્રીનો જપ્ત કરી છે અથવા પોલીસ દળોને તૈનાત કર્યા છે. એલઇડી સપ્લાયર્સ ડરીને ભાગી રહ્યા છે. હિન્દુ વિરોધી ડીએમકે નાના ઉદ્યોગો પર હુમલો કરી રહ્યું છે. નિર્મલા સીતારમને અન્ય એક પોસ્ટમાં લખ્યું છે કે, નાગરકોઈલના થોવલાઈ મુરુગન મંદિરમાં લાઈવ ટેલિકાસ્ટ માટે એલઈડી સ્ક્રીન લગાવવાની પરવાનગી આપવામાં આવી રહી નથી. પોલીસ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

એક દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે તામિલનાડુના મંદિરોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાનો દાવો કર્યો હતો. ત્યારે ડીએમકેએ સીતારમણના આરોપોને ખોટા ગણાવ્યા હતા. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આરોપ લગાવ્યો છે કે, એમકે સ્ટાલિન સરકારે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સંચાલિત મંદિરોમાં ભગવાન રામની પૂજા પર પ્રતિબંધ મૂક્યો છે.નાણામંત્રીએ કહ્યું કે આ I.N.D.I.A.ના સહયોગી DMKનો હિંદુ વિરોધી પ્રયાસ છે.

નાણાપ્રધાનના દાવાઓને નકારી કાઢતા હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ પ્રધાન પીકે શેખર બાબુએ કહ્યું કે નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા છે. આ સમગ્ર મામલા બાદ હવે કામાક્ષી અમ્માન મંદિરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં લાઈવ ટેલિકાસ્ટ માટે લગાવવામાં આવેલી LED  દૂર કરવામાં આવી રહી છે.

મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ 
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર અને અન્ય લોકોને રાજ્યના મૌખિક આદેશ સામે દાખલ કરેલી અરજી પર નોટિસ જાહેર કરી છે, જેના દ્વારા તેણે તમિલનાડુના મંદિરોમાં અયોધ્યામાં ભગવાન રામની "પ્રાણ પ્રતિષ્ઠા" ના જીવંત પ્રસારણ પર કથિત રીતે પ્રતિબંધ મૂક્યો છે. તમિલનાડુએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આજે અયોધ્યામાં ભગવાન રામની "પ્રાણ પ્રતિષ્ઠા" નિમિત્તે પૂજા, અર્ચના, અન્નધર્મ, ભજનના જીવંત પ્રસારણ પર આવો કોઈ પ્રતિબંધ નથી અને અરજી માત્ર રાજકીય રીતે પ્રેરિત છે.

વધુ વાંચો:  એકીટશે જોતાં જ રહી જાઓ તેવી સુંદરતા: જાણો અયોધ્યાના ભવ્ય રામ મંદિરની 10 ખાસ વાતો

સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને કહ્યું છે કે રાજ્યમાં કોઈપણ સ્થાન પર શ્રી રામ મંદિરના અભિષેક સાથે સંબંધિત કોઈપણ સમારોહની મંજૂરી માત્ર એ આધાર પર નકારી ન દેવી જોઈએ કે લઘુમતી સમુદાયના લોકો નજીકમાં રહે છે. તમિલનાડુ સરકાર પર શ્રી રામ મંદિર અભિષેક સમારોહના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાનો આરોપ લગાવતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ નિર્દેશો આપ્યા હતા. તમને જણાવી દઈએ કે તમિલનાડુના એક બીજેપી કાર્યકર્તાએ આ અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન, તમિલનાડુ સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ માટે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. રાજ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા અને ભજનના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ