બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Liquor car chase accident in Banaskantha: Three police informers die

દુર્ઘટના / દારૂની ગાડીનો પીછો કરવામાં બનાસકાંઠામાં અકસ્માત: પોલીસના ત્રણ બાતમીદારોના નિધન, 4 જવાનો પણ ઘાયલ

Malay

Last Updated: 11:02 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના ધાનેરામાં દારૂની ગાડીનો પીછો કરતી વખતે અકસ્માત સર્જાતા કારમાં સવાર 3 પોલીસના બાતમીદારના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં 4 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.

  • બનાસકાંઠામાં કાર પલટી જતા 3 લોકોના મૃત્યુ
  • ધાનેરામાં કાર પલટતા 3 લોકોના મૃત્યુ, 4 ઇજાગ્રસ્ત
  • પોલીસ દારૂની ગાડીનો પીછો કરતી વખતે ઘટના બન્યાની ચર્ચા

બનાસકાંઠા જિલ્લામાં દારુની ગાડીનો પીછો કરતી વખતે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 

કાર પલટી મારી જતા 3 લોકોના મૃત્યુ
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના ધાનેરામાં કાર પલટી મારી જતા 3 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. પોલીસ જ્યારે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી રહી હતી, તે વખતે આ ઘટના બની હોવાની ચર્ચા ચાલી રહી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 3 પોલીસના બાતમીદારના મૃત્યુ થયા છે. જ્યારે અકસ્માતમાં 4 પોલીસકર્મીને ઈજા પહોંચી છે. કાર 3 દુકાનના શટર તોડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ચોરા પરબડીથી દારૂની ગાડીનો પીછો કરતી વખતે કાર પલટી મારી ગઈ હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ