ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / યુટ્યુબર્સ, હવેથી આવાં વીડિયો અપલોડ કરતા પહેલા આટલું જાણી લેજો, નહીંતર...!

ટેક્નોલોજી / યુટ્યુબર્સ, હવેથી આવાં વીડિયો અપલોડ કરતા પહેલા આટલું જાણી લેજો, નહીંતર...!

Published By: Nidhi Panchal

Last Updated: 11:11 AM, 30 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ગેમિંગ વિડિઓ બનાવતાં પહેલાં બે વાર વિચારો, કારણ કે 17 નવેમ્બરથી યુટ્યુબના નિયમો વધુ કડક થવા જઈ રહ્યા છે. જાણો શું છે નિયમો ?

ADVERTISEMENT

જો તમે કન્ટેન્ટ ક્રિએટર છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. દુનિયાભરમાં લાખો લોકો યુટ્યુબ પર જુદા જુદા પ્રકારના વિડિઓ અપલોડ કરે છે — જેમાં ગેમિંગ, મનોરંજન, ટેક્નોલોજી અને અનેક કેટેગરીનો સમાવેશ થાય છે. પરંતુ હવે યુટ્યુબે કેટલાક ખાસ પ્રકારના કન્ટેન્ટ પર કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. ખાસ કરીને જુગાર (Gambling) અને હિંસક ગેમિંગ (Violent Gaming) સંબંધિત કન્ટેન્ટ પર નવા નિયમો લાગુ થવાના છે.

youtube-tools

ગૂગલની માલિકી ધરાવતા યુટ્યુબે સ્પષ્ટ કર્યું છે કે, 17 નવેમ્બરથી નવા નિયમો અમલમાં આવશે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ પ્લેટફોર્મને વધુ સુરક્ષિત અને જવાબદાર બનાવવા છે. યુટ્યુબનું કહેવું છે કે ઝડપથી બદલાતી ડિજિટલ દુનિયામાં નવા પ્રકારના કન્ટેન્ટ, જેમ કે NFT અથવા ઇન-ગેમ આઇટમ્સ દ્વારા જુગાર જેવી પ્રવૃત્તિઓ વધી રહી છે. તેથી, આવા કન્ટેન્ટ પર નિયંત્રણ જરૂરી બની ગયું છે.

Google-Chrome

આ વીડિયોઝ પર પ્રતિબંધ

અત્યાર સુધી યુટ્યુબે એવા વિડિઓઝ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે દર્શકોને ગેરકાયદેસર જુગાર સાઇટ્સ પર લઈ જતા હતા. પણ હવે તે એક પગલું આગળ જઈને એવા વીડિયોઝ પર પણ પ્રતિબંધ મૂકે છે, જેમાં જુગાર જેવા તત્વો NFT, ગેમ સ્કિન, અથવા ઇન-ગેમ કોસ્મેટિક્સ દ્વારા દેખાડવામાં આવે છે. એટલે કે, જો કોઈ કન્ટેન્ટ ક્રિએટર ગેમની અંદર ઉપલબ્ધ ડિજિટલ વસ્તુઓ સાથે જુગાર અથવા બેટિંગ જેવા દૃશ્યો રજૂ કરે છે, તો તે વિડિઓ હવે યુટ્યુબ પર મંજૂર નહીં રહે.

vtv app promotion

આ નવા નિયનમો પણ લાગુ થશે

સાથે સાથે, કેસિનો-શૈલીના વિડિઓઝ અને હિંસક ગેમિંગ કન્ટેન્ટ માટે પણ નવા નિયમો લાગુ થશે. યુટ્યુબે સ્પષ્ટ કર્યું છે કે આવા વિડિઓઝ પ્લેટફોર્મ પર રહેશે, પરંતુ ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના દર્શકો જ તેને જોઈ શકશે. એટલે કે, આવા કન્ટેન્ટ પર વય મર્યાદા લાગુ કરવામાં આવશે. જો કોઈ વિડિઓમાં અતિ હિંસક દૃશ્યો હોય અથવા માનવીય પાત્રો સામે હિંસા દર્શાવવામાં આવે, તો તે પણ “એજ રિસ્ટ્રિક્ટેડ” કેટેગરીમાં આવશે.

આ પણ વાંચો : હવે ચિંતા ટળી! આખી લોન અને દેવું ફટ કરતું ઉતરી જશે, કરી લેજો જ્યોતિષનો આ ઉપાય

કંપનીએ કહ્યું છે કે આ બદલાવનો હેતુ “સેફ એન્ડ રિસ્પોન્સિબલ” પ્લેટફોર્મ બનાવવાનો છે. ગેમિંગ દુનિયામાં NFT અને ડિજિટલ એસેટ્સના વધતા પ્રચાર વચ્ચે યુટ્યુબ એવું સુનિશ્ચિત કરવા માગે છે કે દર્શકોને જુગાર અથવા હિંસાની ખોટી પ્રેરણા ન મળે. આ નવા નિયમો ખાસ કરીને તે ક્રિએટર્સ માટે મહત્વપૂર્ણ છે, જે ગેમિંગ અથવા NFT સંબંધિત કન્ટેન્ટ બનાવે છે. હવે તેમની પાસે સમય છે તેમના કન્ટેન્ટને નવા નિયમો મુજબ સુધારવાનો, નહીં તો 17 નવેમ્બર પછી તેમનાં વિડિઓઝ પ્લેટફોર્મ પરથી દૂર થઈ શકે છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

YouTube policy update gambling content ban NFT restriction

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ